આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આવતીકાલે થઇ શકે છે. આ વર્ષની ચૂંટણીમાં ભાજપ અને કોગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન કરવા કૉંગ્રેસે AAPને આમંત્રણ આપ્યું હતું. ગુજરાત કોગ્રેસના દિગ્ગજ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપને હરાવવા તમામ પાર્ટીનો ટેકો લેવા કૉંગ્રેસ તૈયાર છે.
વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવા આપને ભરતસિંહ સોલંકીએ આમંત્રણ આપ્યું છે. ગુજરાતમાં ભાજપને હરાવવા આપ સાથે ગઠબંધન કરવા કૉંગ્રેસ તૈયાર છે. ભરતસિંહે કહ્યું કે ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીનો ટેકો લેવા માટે કૉંગ્રેસ તૈયાર છે.
પાટણના રાધનપુરમાં પરિવર્તન યાત્રામાં ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ભાજપને હરાવવા માટે આપ પાર્ટી કૉંગ્રેસ સાથે જોડાય તો પણ અમે સ્વીકારીશું. ભરતસિંહ સોલંકીએ ભાજપને કોમવાદી પાર્ટી ગણાવી હતી. સોલંકીએ કહ્યું કે પ્રજાના રક્ષણ માટે અને ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીઓનો ટેકો લેવા તૈયાર છીએ.


.png)