સુરત આમ આદમી પાર્ટીમાં કાર્યકરોની નારાજગી સામે આવી છે. નારાજ કાર્યકરોએ પાર્ટી સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. કાર્યકરોએ પોતાની જ પાર્ટી સામે મોરચો ખોલ્યો હતો. ગુજરાતભરના કાર્યકરો જોડે અન્યાય કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
પાર્ટીમાં આયાતી ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી ટિકિટ આપ્યાનો પણ આક્ષેપ કરાયો હતો. સુરત ખાતે ગુજરાતના દસ હજાર જેટલા નારાજ કાર્યકરો મહા સંમેલન કરશે. સંમેલન યોજી પાર્ટી વિરુદ્ધ રણનીતિ ઘડશે.
પાર્ટીને દિલ્હી ભેગી કરવા નારાજ કાર્યકરો રણનીતિ બનાવશે. સુરત આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકર અને શહેર ઉપ-પ્રમુખ રાજુ દિયોરાએ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને અભિમાની ગણાવ્યા હતાગોપાલ ઇટાલિયાનો અભિમાન તોડવાની ચીમકી આપી હતી. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોને હરાવવા પણ આયોજન કરાયું હોવાનો આરોપ મુક્યો હતો.