AAPના બે કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવાયા,વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાય ડીસ્કોલીફાઈ થયા.

0
રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો ગેરલાયક ઠેરવાયા છે. વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાય ડીસ્કોલીફાઈ થયા. શહેરી વિકાસ સચિવ દ્વારા ગેરલાયક ઠેરવાયા છે. બંન્ને કોર્પોરેટરો પક્ષ પલ્ટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા.


ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આવતી કાલે જાહેર થઈ શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી પંચ આવતી કાલે એટલે કે ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ વર્ષ 2017ની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે.

ગુજરાતની ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે થવાની શક્યતા છે. આ પહેલા ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી હતી, ત્યારબાદ વિપક્ષ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપની આગામી તમામ રેલીઓને ધ્યાનમાં રાખીને પંચે હજુ સુધી અહીં તારીખો જાહેર કરી નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top