ઈલાબેન ભટ્ટનું નિધન થયું છે. આવતી કાલે સવારે અંતિમયાત્રા યોજાશે.

0
ઈલાબેન ભટ્ટનું નિધન થયું છે. આવતી કાલે સવારે અંતિમયાત્રા યોજાશે. ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા. ૧૯૮૫માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને ૧૯૮૬માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. ૧૯૭૭માં સમુદાય નેતૃત્વ માટે તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો અને ૧૯૮૪માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો.



ઇલાબહેન ભટ્ટનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ તથા માતાનું નામ માતા વનલીલા વ્યાસ હતુ. પિતા સુમંતરાય ભટ્ટ એક સફળ વકીલ હતા.અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. તેમની કુલ ત્રણ પુત્રીઓમાં ઇલાબહેન ભટ્ટ બીજા ક્રમે હતાં.

ઈલાબેન ( SEWA) સેવા સંસ્થાના સ્થાપક હતા. ગાંધીવાદી અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ચાન્સેલર ઇલાબેન ભટ્ટનું નિધન થયું ચે. 12.20 કલાકે ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. છેલ્લા આઠ દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અંતિમવિધિ માટે પાર્થિવ દેહ ને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો. નાદુરસ્ત તબિયતના કારણે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top