આવતીકાલે સાંજ સુધીમાં ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના, અંદાજિત 50 મૂરતિયાઓ નક્કી

0
દેશના રાજકરણનું કેન્દ્રબિંદુ ગણાતા ગુજરાતમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવા જઈ રહ્યો છે. ભાજપની 29 વર્ષની સત્તાની ખુરશીને આ વર્ષે બમણા જોરથી કોંગ્રેસ અને આપ હલાવી રહ્યાં છે પરંતુ આગામી મહિને 8મી તારીખે ગુજરાતના નવા સરતાજ નક્કી થઈ જશે.



આમ આદમી પાર્ટીએ 182માંથી 152 બેઠકો પર જાહેર કરી દીધા છે અને કોંગ્રેસે પણ 4 દિવસ અગાઉ 43 ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે આવતીકાલે સાંજ સુધીમાં ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના છે. તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ અને સર્વે રિપોર્ટ પર દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે અને ઉમેદવારોની સિલેક્શન પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતની ચૂંટણી માટે બીજેપીએ અંદાજિત 50 મૂરતિયાઓ નક્કી કરી લીધા છે.

આ 50 સંભવિત ઉમેદવારોમાં કોંગ્રેસની રાહે ભાજપે પણ અનેક પર રીપિટ થિયરી લાગુ કરી છે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર CM અને ગૃહ મંત્રી સહિતના અનેક નેતાઓને ફરી મેદાને ઉતારવામાં આવશે.

ગુજરાત વિધાનસભા માટે ભાજપના 50 નિશ્ચિત મનાતા ઉમેદવારોની પ્રથમ યાદી 

1. ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી 

2. હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી

3.ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી 

4.કનુભાઈ દેસાઈ નાણાંમંત્રી 

5.અર્જુન સિંહ ચૌહાણ ગ્રામ વિકાસ મંત્રી

6. કિરીટ સિંહ રાણા વનમંત્રી 

7. જીતુ વાઘણી શિક્ષણ મંત્રી

8. જગદીશ પંચાલ ઉધોગ રાજ્ય મંત્રી

9. દેવા માલમ મંત્રી 

10. કુબેર ડીંડોર મંત્રી

11. જીતુ ચૌધરી મંત્રી 

12. કીર્તિસિંહ વાઘેલા મંત્રી 

13. મુકેશ પટેલ મંત્રી 

14. આર સી મકવાણા મંત્રી 

15. મનીષા વકીલ મંત્રી

16. નીમિષા સુથાર મંત્રી 

17. નરેશ પટેલ 

18. અલ્પેશ ઠાકોર 

19. હાર્દિક પટેલ 

20. શંકર ચૌધરી

21. સંગીતા પાટીલ

22. ગણપત સિહ વસાવા

23. ઈશ્વર પટેલ 

24. બળવંત સિંહ રાજપૂત 

25. જેઠા ભરવાડ

26. દિલીપ ઠાકોર 

27. કુંવરજી બાવળીયા 

28. જયેશ રાદડિયા 

29. જવાહર ચાવડા 

30. હર્ષદ રિબડીયા

31. ગીતાબા જાડેજા 

32. રજની પટેલ 

33. કેતન ઇનમદાર 

34. મધુ શ્રીવાસ્તવ 

35. હીરા સોલંકી

36. પરસોત્તમ સોલંકી 

37. બાબુ બોખીરિયા 

38. પબુભા માણેક 

39. જશા બારડ 

40. શશીકાંત પડ્યા

41. બાબુભાઈ જમના પટેલ

42. અશ્વિન કોટવાલ

43. અમિત ચૌધરી 

44. રમણલાલ વોરા 

45. હિતુ કનોડિયા

46. પ્રફુલ પાનસેરિયા 

47. ભરત બોધરા 

48. પ્રદીપ સિંહ જાડેજા 

49. ભુપેન્દ્ર સિંહ ચુડાસમા 

50. આર સી ફળદુ

જોકે આ સંભવિત યાદી જોયા બાદ પણ અમુક રાજકીય પંડિતો માની રહ્યાં છે કે આ 50માંથી અંદાજે 10 ઉમેદવારોને ટિકિટ નહિ ફાળવવામાં આવે. તેમના 5 વર્ષના પરફોર્મન્સ અને જાહેરમાં કરેલ કૃત્યોને આધારે ટિકિટ કપાઈ પણ શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top