મોદીનો મેગા શો:આજીવન વીજળી ફ્રી,ગામમાં 'દિવાળી'; મહિલાઓ બોલી-'શોપિંગ માટે પૈસા બચશે', PMના સ્વાગતમાં ઘરે-ઘરે રંગોળીને-તોરણ બંધાયા.

0
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહેસાણાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે મોઢેરાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતનું પ્રથમ (24 x 7) રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. ત્યારે દિવ્ય ભાસ્કરે મોઢેરા ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો, તેમજ ગ્રામજનો સાથે વાતચીત પણ કરી હતી. હાલમાં વડાપ્રધાનના આગમન પહેલાં ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ ગામના અલગ-અલગ સ્થળે રંગોળી તેમજ ઘરે-ઘરે તોરણો બંધાયાં છે. વીજળી ફ્રી થઇ પણ ગ્રામજનોએ કહ્યું- પહેલાં 1 હજારથી લઈ 1500 સુધીનું બિલ આવતું હતું જે હવે ઝીરો થઈ ગયું છે. તો મહિલાઓ બોલી કે, બિલ ઝીરો થતાં હવે શોપિંગ માટે પણ પૈસા બચશે.


ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યોમોઢેરા નજીક આવેલા દેલવાડા પાસે આજે સાંજે વડાપ્રધાન સભા સંબોધશે. ત્યારબાદ મોઢેરા ગામમાં રોડ શો કરશે. આ કાર્યક્રમ દરમિયાન કરોડોના વિકાસનાં કામોને મોદી વેગ આપશે. મોદીના આગમનને લઇ મોઢેરા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોઢેરાને ભારતનું પ્રથમ સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઈ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મહિલાઓએ અવનવી રંગોળી બનાવી છે.




પ્રોજેક્ટ માટે 80.66 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી
ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24 x7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ 6 કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે 'મોઢેરા સૂર્યમંદિર અને નગરનું સોલરાઇઝેશન' શરૂ કર્યું. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં 50-50 ટકાના ધોરણે રૂપિયા 80.66 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે, એટલે કે પ્રથમ તબક્કામાં (ફેઝ-1) ₹69 કરોડ અને બીજા તબક્કામાં (ફેઝ-2) ₹11.66 કરોડ ખર્ચવામાં આવ્યા છે.

1 KWની 1300થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર સપ્લાય કરવામાં આવે છે. સાંજે, BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.


પ્રોજેક્ટની વિશેષતાઓ
આ પ્રોજેક્ટ દ્વારા, મોઢેરા ભારતનું પ્રથમ એવું ગામ બનશે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરશે.
વધુમાં, સૌર ઊર્જા આધારિત અલ્ટ્રા-મોડર્ન ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ધરાવતું તે પ્રથમ આધુનિક ગામ છે.
ભારતની પ્રથમ ગ્રીડ કનેક્ટેડ MWH સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ
લોકોને વીજળીના બિલમાં 60%થી 100% સુધીની બચત થશે,
સૂર્યમંદિરનું સોલરાઇઝેશન
સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3-ડી પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3-ડી પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15-18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-ડી પ્રોજેક્શન દરરોજ સાંજે 7:00 થી 7:30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top