વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પર હુમલાનો આક્ષેપ

0
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક ઈસમો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગાડીમાંથી તેમની ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને આંખના ભાગે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલે કહ્યું હતું કે, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય કેટલાક ગુંડાતત્વોએ મને રોકી હુમલો કર્યો હતો. ધારાસભ્ય દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ અને રીંકુ નામના ઈસમે હુમલો કર્યો હોવાનો ધારાસભ્યનો આક્ષેપ છે.

વાઈરલ થયેલા ગરબાનો ખાર રાખી હુમલો કરાયાની આશંકા
ખેરગામના બહેજમાં નવરાત્રિ દરમિયાન 'એક જ ચાલે અનંત પટેલ ચાલે' નામનો ગરબો ગવાયો હતો અને સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો.જેની અદાવત રાખીને હુમલો કરાયો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય શખ્સોએ હુમલો કર્યો- અનંત પટેલ
આજે ખેરગામના સરપંચ અને આગેવાનોએ એક અગત્યની મીટીંગ માટે મને બોલાવ્યો હતો. તેમાં પહોંચતા હતા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કેટલાક ગુંડાઓ દ્વારા મારી ગાડીના કાચ તોડીને દરવાજા ખોલ્યા હતા અને માર મારવાની કોશિશ કરી હતી.

વાઈરલ થયેલા ગરબાનો ખાર રાખી હુમલો કરાયાની આશંકા
ખેરગામના બહેજમાં નવરાત્રિ દરમિયાન 'એક જ ચાલે અનંત પટેલ ચાલે' નામનો ગરબો ગવાયો હતો અને સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો.જેની અદાવત રાખીને હુમલો કરાયો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

ખેરગામ પોલીસ સ્ટેશન પર સમર્થકો ઊમટી પડ્યા
વાંસદાના કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર ખેરગામની બજારમાં હુમલાની ઘટના બન્યા બાદ તેમના સમર્થકોને જાણ થતા જ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા ધારાસભ્યએ તજવીજ હાથ ધરતા મોટી સંખ્યામાં સમર્થકો ખેરગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

કૉંગ્રેસે હુમલાની ઘટનાને વખોડી કાઢી

વાંસદાના કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે કૉંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે,આદિવાસીના પ્રશ્નોને લઈને સતત લડાઈ લડતા ગુજરાતના યુવાન ધારાસભ્યની વધતી જતી પ્રતિષ્ઠાથી બોખલાઈને ભાજપાના લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ સંઘર્ષમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે.

આ પહેલા અનંત પટેલ પર ઉનાઈમાં પણ હુમલો થયો હતો
ધારાસભ્ય અનંત પટેલ ઉપર ઉનાઈમાં અગાઉ હુમલો થયો હતો ત્યારબાદ આ બીજી વખત હુમલા ની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાને લઈને તેમના સમર્થકો અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં અનંત પટેલ ખેરગામમાં છે અને હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ સમર્થકો દ્વારા શરૂ કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top