નિઝર-સોનગઢ ના ધારાસભ્ય સુનિલ ભાઈ ગામીત ની રજુઆત ના પગલે તેમના મત વિસ્તારમાં આવેલાં ઉચ્છલ અને સોનગઢ તાલુકા ના વિવિધ ગામ ના કુલ 20.60 કિમિ લંબાઈ ના રસ્તા ના 14 કામ માટે માર્ગ મકાન વિભાગ દ્વારા 996.50 લાખ રૂપિયા ફાળવવા માં આવ્યાં હતાં.
મળેલી વિગત પ્રમાણે સોનગઢ અને ઉચ્છલ તાલુકાના ઊંડાણ ના વિસ્તારમાં આવેલા ગામડાઓ માં રસ્તા ની સ્થિતિ વરસાદ બાદ ઘણી ખરાબ થઈ ગઈ છે.એ ધ્યાને લઇ સ્થાનિક ધારાસભ્ય દ્વારા સરકાર અને માર્ગ મકાન વિભાગ માં રસ્તા બનાવી આપવા રજુઆત કરવામાં આવી હતી.આ અનુસંધાને કુલ 14 રસ્તા ના કામ માટે 996.50 લાખ રૂપિયા ફાળવી તેના જોબ નંબર પણ આપી દેવામાં આવ્યાં હતાં.આ રસ્તા ના કામ માં સોનગઢ ના જંગલ વિસ્તારમાં આવેલા ચિમેર ગામ થી 2 કિમિ દૂર આવેલા પાણી ના ધોધ સુધી નો રસ્તો 200 લાખ ના ખર્ચે બનાવવા નું જાહેર કરવા માં આવ્યું છે.એ જ રીતે ઉચ્છલ ના આનંદપુર ગામ નેશનલ હાઇવે થી ટેકરા ફળિયા સુધી નો 3 કિમિ રસ્તો પણ 120 લાખ રૂપિયા ના ખર્ચે બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
એ સિવાય સોનગઢ ના મૈયાલી ના દરડી ફળિયું સુધી,મલંગદેવ ના ખાસ ફળિયા નો રસ્તો, સાદડુન ના ગાય વાડા ફળિયા નો અને ગોપાલપુરા ના ડુંગરી ફળિયા ને જોડતો નવો બનશે.એ જ રીતે ઉચ્છલ તાલુકામાં જોઈએ તો ટોકરવા ગામ નો એપ્રોચ રોડ,ભીતબુદ્રક ગામે પટેલ ફળિયા અને સ્મશાન સુધી નો રસ્તો,નવી કાચલી દૂધ ઘર નજીક નો રસ્તો, ઉચ્છલ ના પટેલ ફળિયા થી ભીથખુર્દ નો રોડ,આરકાટી ગામે દેવ દેખી ફળિયા ને જોડતો રસ્તો,સેલુડ ગામે જળાશય ને જોડતો અને કુઇદા ગામે સ્મશાન તરફ જતો રોડ બનાવવામાં આવનાર છે.આ ચૌદ રસ્તા ના કામો માટે માર્ગ મકાન વિભાગ દ્વારા ગ્રાન્ટ ની ફાળવણી કરી દેવામાં આવી છે અને જોબ નંબર પણ આપી દીધો છે જેથી ટૂંક સમયમાં આ રસ્તા ઓ નવા બનાવવામાં આવનાર છે.