વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ચૂંટણીના વર્ષમાં PM મોદી આ મહિનામાં ગુજરાતની આ બીજી મુલાકાતે આવ્યા છે. આ બે દિવસમાં PM નરેન્દ્ર મોદી ગુજરાતને 15 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિવાળી પહેલાં જનતાને ભેટ આપશે. વડાપ્રધાને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સપો-22નું ઉદઘાટન કર્યું છે. જ્યાંથી અડાલજ જઇ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે. હવે વડાપ્રધાન જૂનાગઢ જઇ વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.
LIVE અપડેટ્સ:
- મિત્રો એક વખત ફરીથી હું ગુજરાતની ભાવી પેઢીને એમના માતા પિતાને શુભકામનાઓ આપુ છું
- હવે ગુજરાતની ઓળખ મેન્યુફેક્ચરિંગથી થાય છે
- પહેલાં ગુજરાતની ઓળખ એક વેપારીની હતી
- એક સમયે વિશ્વની સૌથી મોટી લાયબ્રેરી ભારતમાં હતી
- શિક્ષા પુરાતનકાળથી ભારતના વિકાસની ધરા હતી
- નવી શિક્ષણનીતિ ગુલામીની માનસિકતાથી બહાર કાઢી નવું જ્ઞાન આપશે
- નવી શિક્ષણનીતિનો ગુજરાતમાં અમલ થતો દેખાય છે
- 20 હજાર સ્કૂલના બાળકો કોમ્પ્યુટરથી અભ્યાસ કરે છે
- એક દસકા પહેલાં ગુજરાતના 15 હજાર સ્કૂલોમાં ટીવી પહોંચી ગયા હતા
- શિક્ષણ ક્ષેત્રમાં નવું, યુનિક અને કંઇક અલગ પ્રયોગ કરવો એ ગુજરાતના DNAમાં છે, સ્વભાવમાં છે
- શિક્ષા ગુણવત્તા પર સૌથી વધારે બળ આપ્યું, ગુણવત્તા પર બળ આપ્યું
- બે લાખથી વધુ શિક્ષકોની ભરતી કરાઇ
- બે દસકામાં સવા લાખથી વધુ ક્લાસરુમ બન્યાં
- બે દસકામાં ગુજરાતના લોકોએ શિક્ષણની કાયા પલટ કરી નાંખી છે
- પહેલીવાર હુ આદિવાસી વિસ્તારમાં ગયો ત્યારે મે કહ્યું હું ભીક્ષા માંગવા આવ્યો છું, મને તમારા બાળકો આપો અને હું આંગળી પકડીને સ્કૂલ લઇ ગયો
- ઘણા વિદ્યાર્થીઓ 8મા ધોરણ સુધી માંડ ભણતા
- 20 વર્ષ પહેલાં ગુજરાતમાં 100માંથી 20-25 ટકા બાળકો સ્કૂલ જ નહોતા જતા
- 4Gને સાયકલ કહું તો 5G હવાઈ જહાજ છે
- આપણે મોબાઇલ, ઇન્ટરનેટની 5Gના યુગમાં પ્રવેશ કર્યો છે. 1Gથી લઇને 4Gની સેવાઓનો ઉપયોગ કર્યો છે. હવે દેશમાં 5G મોટો બદલાવ લાવશે
- મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના શુભારંભ પર હુ તમામ ગુજરાતવાસીઓને શુભેચ્છા પાઠવું છું
- આજે ગુજરાત અનંતકાળથી અમૃત ગુજરાતના નિર્માણ તરફ જઇ રહ્યું છે
- નમસ્તે, કેમ છો બધા? કહીને વડાપ્રધાને સંબોધનની શરૂઆત કરી
- મહાત્મા મંદિરથી વડાપ્રધાનના સંબોધનના મુખ્ય અંશો
- વડાપ્રધાને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું
- ડિફેન્સ એક્સપોથી નવી તકોનું સર્જન: વડાપ્રધાન મોદી
- આ વખતે એક્સપોમાં માત્ર મેડ ઇન ઇન્ડિયાનાં જ ઉપકરણો: વડાપ્રધાન મોદી
- પહેલીવાર 450થી વધુ MOU સાઇન: વડાપ્રધાન મોદી
- મને ખુશી છે કે ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી
- સરદાર પટેલની ધરતી પરથી આપણા સમર્થ્યનું પ્રદર્શન: વડાપ્રધાન મોદી
- આફ્રિકાથી આવેલા મહેમાનોને કહું છું કે તમે જે ધરતી પર આવ્યા છે એનો આફ્રિકા સાથે ગાઢ સંબંધ છે: વડાપ્રધાન મોદી
- આફિકામાં પહેલી ટ્રેન ચાલી હતી, જેનું કામ કચ્છના કામદારોએ કર્યું હતું: વડાપ્રધાન મોદી
- આજે આફ્રિકામાં જઇએ તો બધી દુકાનો સેમ છે, કારણ કે ત્યાં મોટા પ્રમાણાં ગુજરાતીઓ છે: વડાપ્રધાન મોદી
- મહાત્મા ગાંધીની પહેલી કર્મભૂમિ આફ્રિકા હતી: વડાપ્રધાન મોદી
- કોરોનાકાળમાં વેક્સિનને લઇને દુનિયા મુશ્કેલીમાં હતી ત્યારે ભારતે આફ્રિકાને દવા આપી હતી: વડાપ્રધાન મોદી
- વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે, તમારી અપેક્ષાઓ પૂરી કરવા અમે તત્પર રહીશું: વડાપ્રધાન મોદી
- આ એક્સપોથી ગુજરાતની ઓળખને નવી ઊંચાઈ મળી છે: વડાપ્રધાન મોદી
- સરકાર આવ્યા પછી અમે ડીસામાં ઓપરેશનલ બેઝ બનાવવાનું નક્કી કર્યું: વડાપ્રધાન મોદી
- યુપી અને તામિલનાડુમાં બે ડિફેન્સ કોરિડોર તેજ ગતિથી વિકાસ તરફ આગળ વધી રહ્યા છે: વડાપ્રધાન મોદી
- દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટ કરવા માટે આવી રહી છે. આની પાછળ સપ્લાય ચેનનું બહું મોટું નેટવર્ક વિકસિત થઇ રહ્યું છે: વડાપ્રધાન મોદી
- એક જમાનો હતો, જ્યારે આ દેશ કબૂતર છોડતો હતો, આજે ચિત્તા છોડવાની તાકાત રાખે છે: વડાપ્રધાન મોદી
- બનાસકાંઠા અને પાટણ દેશ માટે વાયુશક્તિનું કેન્દ્ર બનશે: વડાપ્રધાન મોદી
- સ્પેસમાં ભવિષ્યની સંભાવના જોતાં ભારતે પોતાની તૈયારીઓ વધારવી પડશે: વડાપ્રધાન મોદી
- સ્પેસમાં ભારતની શક્તિ સીમિત ન રહે અને આનો લાભ ભારતને થાય એવું આપણું મિશન અને વિઝન પણ છે: વડાપ્રધાન મોદી
- ભારતની કંપનીઓ અમેરિકા-ઇટાલી જેવા દેશોને રક્ષા ઉપકરણો એક્સપોર્ટ કરે છે: વડાપ્રધાન મોદી
- ભારતની બ્રહ્મોસ મિસાઇલ દુનિયાની પસંદ બની: વડાપ્રધાન મોદી
- અનેક લોકો ભારતનાં ફાઇટર પ્લેનમાં રસ દાખવી રહ્યા છે: વડાપ્રધાન મોદી
- આપણે 75થી વધુ દેશોને રક્ષા સાધનો એક્સપોર્ટ કરી રહ્યા છીએ: વડાપ્રધાન મોદી
- ભારતીય ટેક્નોલોજી પર આજે દુનિયા ભરોસો કરી રહી છે: વડાપ્રધાન મોદી
- હવે ભારતનું ડિફેન્સ એક્સપો 8 ટકા વધ્યું: વડાપ્રધાન મોદી
- આગામી સમયમાં 5 બિલિયન સુધી ડિફેન્સ એક્સોપો લઇ જવાનું છે: વડાપ્રધાન મોદી
- દુનિયા માટે ભારતના નવજવાનોનું કૌશલ એક વિકલ્પ બનીને બહાર આવી રહ્યું છે: વડાપ્રધાન મોદી
- રાજનાથસિંહ બહુ ઓછું બોલે છે, પણ ખૂબ મજબૂતીથી કામ કરે છે: વડાપ્રધાન મોદી
- આ બદલ રાજનાથ સિંહ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા
ડિફેન્સ પોલિસી બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મહાત્મા મંદિરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને યજમાન બનાવવા બદલ વડાપ્રધાન અને રક્ષામંત્રીનો આભાર. ડિફેન્સક્ષેત્રમાં પ્રશિક્ષણ આપનારું ગુજરાત પહેલું રાજ્ય છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીથી યુવાનોને એક નવી દિશા મળી છે. ફોરેન્સિકક્ષેત્રમાં રિસર્ચ માટેનું સેન્ટર પણ કાર્યરત થયું છે. ડિફેન્સ પેવેલિયનને પીએમ મોદીએ પ્રોત્સાહિત કર્યું છે. એરો સ્પેસ માટે ગુજરાતના ઘણા MSME કામ કરી રહ્યા છીએ. ગુજરાત સંવેદનશીલ રાજ્ય છે, ત્યારે 935 કરોડના ખર્ચે ડીસામાં એરફિલ્ડનું પીએમ મોદી ભૂમિ પૂજન કરશે. એર સ્પેસ અને ડિફેન્સ ઉત્પાદન માટે ગુજરાતે પહેલ કરી છે. ડિફેન્સ પોલિસી બનાવનારું ગુજરાત પહેલું રાજ્ય છે.
સાંજે 7 વાગ્યા પછી હોટલ લીલા પાસે ભવ્ય ડ્રોન શો યોજાશે
ગાંધીનગરમાં એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોની મંગળવારથી શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોની હાજરીમાં આજે ડિફેન્સ એક્સપોનું લોકાર્પણ કરાયું છે. સાંજે 7 વાગ્યા પછી હોટલ લીલા પાસે ભવ્ય ડ્રોન શો યોજાશે, જેમાં 1200થી વધુ ડ્રોનની અવનવી આકૃતિઓ તૈયાર કરશે, જેમાં ભારતના નકશા સહિતની આકૃતિઓ તૈયાર કરાશે. લોકો 22 સુધી એક્સપો નિહાળી શકશે.

અમદાવાદ એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ PM મોદીનું સ્વાગત કર્યું હતું.
મહાનુભાવોને ફરવા માટે 100 જેટલી ગોલ્ફકાર્ટ લેવામાં આવી છે
મહાત્મા મંદિર જતા એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સપોના કાર્યક્રમો છે. ત્યારે મહાનુભાવોને વધુ ચાલવું ન પડે એ માટે 100 જેટલી ગોલ્ફકાર્ટ લવાઈ છે, જેમાં અંદાજે 30 જેટલી મહાત્મા મંદિર ખાતે 70 જેટલી ગોલ્ફકાર્ટ એક્ઝિબિશન સેન્ટર ખાતે મુકાઈ હતી.

વડાપ્રધાન મોદીનો આજનો કાર્યક્રમ
તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદઘાટન કરશે. ત્યાર બાદ અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી બપોરે સવાત્રણ વાગ્યે જૂનાગઢમાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ કરશે, જ્યાં વિશાળ જનસભાને પણ તેઓ સંબોધવાના છે. જૂનાગઢ બાદ તેઓ રાજકોટના પ્રવાસે પહોંચશે, જ્યાં રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. રોડ શો બાદ તેઓ રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ-2022નું ઉદઘાટન કરશે, સાથે જ ઈશ્વરિયામાં સાયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ અને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી ઉપરાંત ફ્લાય ઓવરબ્રિજ અને રોડ રસ્તાના વિકાસકાર્યોની સૌરાષ્ટ્રને ભેટ આપશે.




.png)