ICCની ટૉપ-10 રેન્કિંગમાં કિંગ કોહલી:એશિયા કપ પહેલા 35મો રેન્કિંગ ધરાવતા હતા, પાકિસ્તાન સામેની ધમાકેદાર ઇનિંગ પછી 9મા નંબરે આવી ગયા

0
રવિવારે મેલબોર્નમાં પાકિસ્તાન સામે 82 રનની ધમાકેદાર ઇનિંગ રમનાર વિરાટ કોહલી 635 પોઈન્ટ સાથે T20 રેન્કિંગમાં 9મા સ્થાને પહોંચી ગયા છે. સૂર્યકુમાર યાદવને એક રેંકનું નુકસાન થયું છે. તે હવે બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.



ત્રણ મહિના પહેલા એશિયા કપ પહેલા વિરાટની રેન્કિંગ 35 હતી. આ પછી કિંગ કોહલી અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને 15માં સ્થાને પહોંચી ગયા હતા. એને હવે તે ટૉપ-10માં પરત ફર્યા છે. 2019 પછી વિરાટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક પણ સદી ફટકારી નહોતી. આ પછી એશિયા કપ-2022માં અફઘાનિસ્તાન સામે તેની ઈન્ટરનેશનલ કરિયરની 71મી સદી હતી.


પાકિસ્તાન સામે ઐતિહાસિક ઇનિંગ રમી
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. વિરાટ કોહલીએ 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. 31 રનમાં 4 વિકેટ ગુમાવનાર ટીમ ઈન્ડિયાની ઇનિંગને તેણે અને હાર્દિકે સંભાળી હતી. તેના અને હાર્દિક વચ્ચે 113ની પાર્ટનરશિપ થઈ હતી. જ્યારે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી ત્યારે કોહલીએ જ નો બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીતની એકદમ નજીક લાવી દીધું હતું. અને વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ બનાવવામાં આવ્યા હતા.


વિરાટની આ વિરાટ ઇનિંગ ઐતિહાસિક હતી. કેએલ રાહુલ, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક અને રવિચંદ્રન અશ્વિન, આ તમામ બેટર્સ મળીને માત્ર 67 રન જ બનાવી શક્યા હતા. બીજી તરફ વિરાટે એકલા જ 82 રન ફટકાર્યા હતા. તેનાથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે તેણે તે મેચ જિતાડી દીધી હતી કે જે હારની આરે હતી. ત્યાંથી મેચ ખેંચીને ટીમ ઈન્ડિયાને તેણે જીત અપાવી હતી.

બાબરને નુક્સાન
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ભારત સામે ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. તેને રેન્કિંગમાં પણ આનો માર સહન કરવો પડ્યો હતો. બાબર હવે ચોથા સ્થાને સરકી ગયો છે. ટૉપ-10માં સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી જ બે ભારતીય બેટર્સ છે.

પાંચમા નંબરે સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ છે જ્યારે છઠ્ઠા નંબર પર ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન છે. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન એરોન ફિન્ચ સાતમા નંબરે અને શ્રીલંકાનો પથુમ નિસાંકા આઠમા નંબરે છે. UAEનો મોહમ્મદ વસીમ 10માં નંબર પર છે.

રેન્કિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા 16માં જ્યારે કેએલ રાહુલ 18માં સ્થાને છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top