એશિયાના ટોચના પ્રદૂષિત શહેરોની લિસ્ટમાંથી દિલ્હી બહાર થતા કેજરીવાલે કહ્યું કે ..

News 16
0
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે, એશિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 8 ભારતના છે અને દિલ્હીનું નામ આ યાદીમાં નથી. તેમણે વર્લ્ડ એર ક્વોલિટી ઈન્ડેક્સનો રિપોર્ટ શેર કર્યો. કેજરીવાલે કહ્યું કે, થોડા વર્ષો પહેલા દિલ્હીને વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ગણવામાં આવતું હતું, પરંતુ હવે એવું રહ્યું નથી.


CM એ ટ્વિટર પર રિપોર્ટ શેર કર્યો અને લખ્યું- એશિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 8 ભારતના છે અને દિલ્હી લિસ્ટમાં નથી. થોડા વર્ષો પહેલા દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. હવે નથી! દિલ્હીના લોકોએ ખૂબ મહેનત કરી. આજે આપણે ઘણો સુધારો કર્યો છે. જોકે, હજુ ઘણું કરવાનું બાકી છે. અમે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું જેથી કરીને અમે વિશ્વની શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન મેળવી શકીએ.

વર્લ્ડ એર ક્વોલિટી ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ભારતના આઠ શહેરો એશિયાના ટોપ 10 સૌથી ખરાબ એર ક્વોલિટી ધરાવતાં શહેરોની લિસ્ટમાં છે, જ્યારે આંધ્રપ્રદેશનું રાજમહેન્દ્રવરમ એકમાત્ર શહેર છે જે ટોચની 10 બેસ્ટ એર ક્વોલિટી સ્ટેશનની લિસ્ટમાં સામેલ છે.

ચીન અને મંગોલિયાના શહેરોના નામ પણ આ લિસ્ટમાં છે
ભારતીય શહેરો સિવાય ચીનનું ઝિયાઓશિશાંગ પોર્ટ 262 AQI સાથે ખરાબ એર ક્વોલિટી ધરાવતાં શહેરોની લિસ્ટમાં છે. મંગોલિયાના ઉલાનબાટામાં આવેલ બયાનખોશુ પણ આ લિસ્ટમાં સામેલ છે. વર્લ્ડ એર ક્વોલિટી ઈન્ડેક્સ 2007માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ નાગરિકો માટે વાયુ પ્રદૂષણ જાગૃતિને પ્રોત્સાહન આપવાનો અને વર્લ્ડ વાઇડ એર ક્વોલિટી વિશે માહિતી આપવાનો છે.

આવી રીતે AQI માં હવાની ગુણવત્તા મપાઈ છે
શૂન્યથી 50ની વચ્ચેનો AQI સારો, 51 થી 100 સંતોષકારક, 101 અને 200 મધ્યમ, 201 અને 300 નબળો, 301 અને 400 અત્યંત નબળો, સૌથી વધુ એટલે કે હાઈએસ્ટ લેવલ પર 401 અને 500ની વચ્ચે હોય તો પરિસ્થિતિ ખરાબ અને ચિંતાજનક છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top