વ્યારા નગર ખાતે રામકબીર અને ગાયત્રી નગર ના બાળકો ના જ્ઞાન સાથે ગમ્મત વધે એ માટે હાથે બનાવેલા રંગબેરંગી દીવડા બનાવ્યા હતા.બાળકો દ્વારા ઉત્સાહ ભેર માટી ના દીવડા બનાવી ને રંગ રોગાન કરી પોતાના ઘરે જાતે બનાવેલા દીવડા નો ઉપયોગ કરી દિવાળી પર્વ ની ઉજવણી કરશે.
સાંપ્રત સમયમાં બાળકો હવે જૂની રમતો તેમજ વિવિધ વસ્તુઓ બનાવવાથી દૂર રહી માત્ર મોબાઇલમાં જ રચ્યા પચ્યા રહે છે.તેવા સમયમાં વ્યારા નગરના રામ કબીર સોસાયટીમાં રહેતા અને ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા બાળકો દ્વારા રામ કબીર સોસાયટીમાં રહેતા નિરાલીબેન પરમાર ના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પોતાના ઘરે પોતાના હાથેથી બનાવેલા દીવાઓ થી પ્રજ્વલિત કરી દિવાળી પર્વ ઉજવવાનો બાળકોએ નક્કી કર્યું હતું.
જે અંતર્ગત તેઓ નિરાલીબેન નાં ઘરે બાળકોએ એક અઠવાડિયાથી ટ્રેનિંગ લઈ માટી એકત્ર કરી હતી.જે બાદ તેમણે દીવાઓઓ બનાવી અને દીવાઓને વિવિધ કલરો થી રંગબેરંગી સજાવી દેવાયા હતા અને આ વર્ષે બાળકો પોતાના હાથે બનાવેલ દીવાઓ ઓ પોતાના ઘરે ઉજવણીમાં ઉપયોગ કરશે. આ અંગે વાલી નીતિનભાઈ પ્રધાને જણાવ્યું હતું કે હાલ મોબાઈલના સમયમાં બાળકોને આવી બધી એક્ટિવિટીઓ થી દૂર રહે છે. આ વર્ષે સોસાયટીના બાળકોએ જાતે જ દીવડાવો બનાવી દેતા અમને ખૂબ જ આનંદ થયો છે બાળકો ભણતરની સાથે ઘડતર પણ સારું કરશે અને આ શીખેલા કામો બાળકોને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બનશે.


.png)