વાલોડ તાલુકાની પ્રજાને મુશ્કેલીઓ વધી, ડોલવણ મામલતદારને ઇન્ચાર્જ મુકવામાં આવ્યા પરંતુ વાલોડ મામલતદાર ઓફિસે આવતા નથી

0
વાલોડ તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા જયેશ પટેલની નવસારી ખાતે બદલી થતા વાલોડ મામલતદારમાં હાલ જગ્યા ખાલી હોઈ એમની જગ્યા પર ડોલવાણ તાલુકાના મામલતદારને ઇન્ચાર્જમાં મૂકવામાં આવ્યા છે.ડોલવણ તાલુકાના મામલતદારને ઇન્ચાર્જ મામલતદાર તરીકે મૂકવામાં આવ્યાને આજે દસ દિવસ થયા પણ આ 10 દિવસમાં ફકત એક દિવસ વાલોડ મામલતદાર કચેરીએ આવ્યા છે.

વાલોડ તાલુકામાં દૂર દૂર ગામડેથી લોકો અહીં દાખલાઓ કઢાવવા માટે આવે છે પણ મામલતદારન હોવાથી ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે અને પાછું કામ નહીં થયા હોવાથી પાછા ફરવું પડે છે. અને લોકોના કામ અટકી પડે છે.વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે વાલોડ તાલુકામાં કાયમી મામલતદારની નિમણૂક થાય અથવાતો નાયબ મામલતદારને જવાબદારી સોંપવામાં આવે તો પ્રજાજનોની તકલીફો દૂર થઈ શકે. આ બાબતે વહીવટી તંત્ર ગંભીરતા સમજીને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરે એવી ગ્રામજનોની માંગ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top