દિલ્હીમાં AAPના ગોપાલ ઈટાલિયાની થઈ ધરપકડ,

0
દિલ્હી પોલીસ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છએ કે, PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.



ગુજરાત AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસ પહોંચ્યા હતા. પીએમ મોદી સામે અપમાનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા. મહિલા આયોગે જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા આયોગ દ્વારા ઈટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. વાયરલ વીડિયો મામલે ગોપાલ ઈટાલિયાને સમન પાઠવાયું હતું. મહિલાઓને સંબોધીને ઈટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો.

બીજેપી ગોપાલ ઈટાલિયાની પાછળ પડ્યું
ધરપકડ પહેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી હતી કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યાં છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજુ શું આપી શકે છે. બીજેપીને પાટીદાર સમાજથી નફરત છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી નથી ડરતો. નાંખી દો મને જેલમાં. તેઓએ પોલીસ બોલાવી છે, મને ધમકાવી રહ્યાં છે. તો આ ટ્વીટ પર જવાબ આપતા અરવિંદ કેજરીવાલે લખ્યું કે, આખુ બીજેપી ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડ્યું છે.

APના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું ટ્વીટ કરી હતી કે, મને ધમકી આપવામાં આવી રહી છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ મને ધમકી આપી રહ્યા છે. પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે.

મંદિર અને મહિલાઓ અંગે વીડિયો વાયરલ થયો હતો
ગોપાલ ઈટાલિયાનો વધુ એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં ગોપાલ ઈટાલિયા મંદિરો અને મહિલાઓના સંદર્ભમાં વિવાદિત ટિપ્પણી કરતા નજરે પડે છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા નજરે પડે છે કે, મંદિરોમાં મહિલાઓનું શોષણ થાય છે. કથામાં જવાથી મંદિરોમાં થવાથી કંઈ મળવાનું નથી. ગોપાલ ઈટાલિયાનો મહિલાઓને સંબોધન કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top