બેહાલ રસ્તો : ચીખલી-વીરપુર-ને.હા.ન.૫૬ ને જોડતો રોડ પર પડેલા ખાડાને લીધે લોકોને ભારે હાલાકી વેઠવાની સાથે વાહનોને પણ નુકસાન

0
વ્યારાના વીરપુર-ચીખલી-ને.હા.56ને જોડતો રોડ ગત દિવસોમાં પડેલ ભારે વરસાદના કારણે ચીથરેહાલ થઇ ગયો હોય એવી સ્થિતિ છે. રોડ પર પડેલ ઊંડા ઊંડા ખાડા વાહન ચાલકો માટે ઘણી મુશ્કેલી ઉભી થાય છે.    ત્યારે આ રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.


ચીખલી થી વીરપુરનો રોડ નેશનલ હાઇવે 56 તરફ જવા માટે ઉપયોગી હોવાથી અને વીરપૂર, ચીખલ, સોનગઢ  તાલુકાના ખડકાંચીખલી, બંધારપાડા,ગાળકુવા અનેક ગામોને જોડતો માર્ગ હોવાથી 
વિધાર્થીઓને પણ આવવા જવા ઘણી તકલીફ પડી રહી છે   


                         

ગ્રામજનો દ્વારા ઘણીવાર તંત્રને જાણ કર્યા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.

આ રસ્તો તાજેતર માં પડેલ ભારે વરસાદ ના કારણે સાવ ધોવાઈ પણ ગયો હોય એવાં હાલ થયા છે.આ રસ્તા પર મોટા પ્રમાણ માં ખાડા પડી ગયા હોય વાહનચાલકો એ ખાડા માંથી રસ્તો શોધવો પડે એવી સ્થિતિ છે. સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકો એ આ અંગે રોષ પૂર્ણ રીતે રજૂઆત કરી રસ્તો બનાવવામાં આવે એવી માંગ કરી છે. હાલમાં વરસાદી સિઝન પુરી થઈ ગઈ છે ત્યારે તંત્રને રસ્તાની કામગીરી જલ્દી ચાલુ કરે તે જરૂરી છે.



  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top