વ્યારા નગરપાલિકાએ વર્ષ 2019નાં આયોજનમાં અંદાજિત 1 કરોડના ખર્ચે મિશનના કાઠી સયાજી સર્કલ રોડ સુધી સુંદર બ્યુટીફિકેશનની કામગીરી કરી હતી. જેના કારણે નગરજનો માટે રાત્રે હરવા ફરવાનું એક સ્થળ બની ગયું હતું. જોકે નગરજનો માટે આ સુવિધા સ્વપ્ન સમાન સાબિત થઈ હતી. નગરનો મુખ્યમાર્ગ બ્યુટીફિકેશનના કારણે આગવી ઓળખ બન્યો હતો, પરંતુ શાસકોની બેદરકારીના કારણે નગરજનોના કરોડ રૂપિયાનો ખર્ચનો વ્યય થયો હોય, એવી સ્થિતિ થઈ છે.
માર્ગ પર કરેલી સુવિધા જાળવણીના અભાવે બિનઉપયોગી બની છે. હાલ 14મીના રોજ નગરમાં મુખ્યમંત્રી આગમન કરવાના હોય, ત્યારે મિશનનાકાથી સયાજી સર્કલ સુધીના બ્યુટીફિકેશન માર્ગની દુર્દશા જોઈ, નગરની આગવી ઓળખમાં કાળી ટીલી બની રહેશે છે. શાસકો નગરજનો માટે થયેલ સારું વિકાસનું કામને પણ જાળવણી કરી શક્યા નથી. ત્યારે નગરમાં નવા વિકાસના કામોની ગુણવત્તા બાબતે નગરજનોએ કેટલો વિશ્વાસ રાખવો.
3 વર્ષ પહેલા વ્યારા નગર પાલિકાએ નગરજનોની વિવિધ સુવિધા માટે વિકાસના કામોના આયોજન કરે છે. વર્ષ 2019માં અંદાજિત 1 કરોડના ખર્ચે સયાજી સ્ટેચ્યુથી મિશન નાકાથી અજિતનાથ સોસાયટીથી આયમાતા સર્કલ અને વ્યારા નગરપાલિકા ઓફિસથી સયાજી ચાર રસ્તા સુધી રોડ બ્યુટીફિકેસન અને અપગ્રેશન કરવાનું કામ કરવામાં આવ્યું હતું. આ બ્યુટીફિકેશનમાં બેસવાના બાકડા, રંગબેરંગી લાઈટોના કારણે વ્યારા નગરને ચાર ચાંદ લાગી ગયા હતા. રાત્રિનો નજારો જોવા લાયક બન્યો હતો. નગરજનો રોજ ફરવા અને સ્થળે બેસવા અને આવતા હતા.
પરંતુ છેલ્લા કેટલા સમયથી આ બ્યુટીફિકેશનના સ્થળની જાળવણી કરવામાં નગરપાલિકાના શાસકો નિષ્ક્રિય રહેતા કરોડ રૂપિયાની સુવિધા 2 વર્ષમાં નગરજનો માટે દુવિધા બની ગઈ છે. નગરજનોની કાયમી ચહલ પહલનું સ્થળ વેરાન બની રહ્યું છે. જેનું કારણ હાલ ત્યાં ઘાસ ઉગી નીકળ્યું છે. સાફ-સફાઈના અભાવ છે, કચરાના ઢગલા જામ્યા છે. રંગબેરંગી લાઈટો બંધ થઈ ગઈ છે અને ફુવારાઓ પણ બંધ થઈ ગયા છે. નગરજનોમાં કચવાટ ઉભો થઈ રહ્યો છે.



.png)