રાજકોટથી અમદાવાદ જતી એસટી બસને લીંબડી પાસે આજે વહેલી સવારના અકસ્માત સર્જાયો હતો. જેમાં 41 જેટલા મુસાફરો હતા. જેમનો આબાદ બચાવ થયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે અકસ્માત સર્જાતા મુસાફરોમાં ભારે ચિચિયારી અને દેકારો મચી જવા પામ્યો હતો.
લીંબડી પોલીસને થતા ઘટનાસ્થળે તાત્કાલિક અસરે પહોંચી અને ટ્રકના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલમાં અકસ્માતમાં બસમાં બેઠેલા 41 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ત્યારે બસના ચાલકને સામાન્ય ઇજા થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં આગળની વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.


.png)