PM નરેન્દ્ર મોદી દિવાળી પછી આ દિવસે કરશે ગુજરાત મુલાકાત, કેવડિયા અને થરાદમાં હશે કાર્યક્રમ

News 16
0
આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આજે પણ પીએમ મોદીએ નર્મદા અને તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે ફરી 31 ઓક્ટોમ્બરના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદીનો આ ટૂંકો પ્રવાસ હશે જ્યાં તેઓ કેવડિયા અને બનાસકાંઠાના થરાદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.




31મી ઓક્ટોબરે એક દિવસના ટૂંકા પ્રવાસે આવશે પ્રધાનમંત્રીઃ

પીએમ નરેન્દ્ર મોદી દિવાળી પછી 31 મી ઓક્ટોબરના રોજ એક દિવસના ટૂંકા પ્રવાસે ગુજરાત આવશે. આ દિવસે પીએમ મોદી સવારે નર્મદાના કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ રુપે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ખાસ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. કેવડિયાના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદી બનાસકાંઠાના થરાદમાં સિંચાય વિભાગના એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે, પીએમ મોદી દિવળી પછી આ એક દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top