બારડોલી : બાલાજી વેફરનાં ગોડાઉનમાં આગ લાગતા 11 જેટલા ટેમ્પા બળી ખાક થયાં

News 16
0
સુરત જિલ્લા ના બારડોલી ખાતે વહેલી સવારે મોટી આગ ની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતી. બારડોલી ના ધુલિયા ચોકડી નજીક બાલાજી વેફર નું ગોડાઉન આવેલું છે. એ ગોડાઉન માં આગ લાગી હતી.



ભીષણ આગ વહેલી સવારે લાગતા બારડોલી સહિત ત્રણ ફાયરની ટીમ ઘટના સ્થળે પોહચી હતી. જોકે ફાયર ટિમ ઘટના સ્થળે પોહચે એ પહેલાં બાલાજી વેફરનાં ગોડાઉનમાં પાર્ક કરેલ ૧૧ જેટલા ટેમ્પા આગમાં બળી થતાં ખાખ થઈ ગયા હતા. તેમજ ગોડાઉનમાં રાખેલ વેફર તેમજ નમકીન બળી ખાખ થતા લાખોનું નુકસાન થયું હતું. કલાકોની જહેમત બાદ ફાયરટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન સેવાય રહ્યું છે. સદનસીબે જાન હાનિ ઘટના તળી હતી.આગની ઘટનાને પગલે બારડોલી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પોહચ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top