ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ યથાવત છે. ઘણા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. હવે કડીમાં અમરેલી જિલ્લાના રાજકારણમાં પણ ભુકંપ સર્જાયો છે. ભાજપના આગેવાન અને બગસરા APMC ના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયાએ આમ આદમીનો ખેસ પહેર્યો છે. દીલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલના હાથે તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે. વર્ષોથી ભાજપમાં રહેલા કાંતિ સતાસીયાએ અચાનક જ કેસરીયો ઉતારીને આપ પાર્ટીમાં જોડાતા બગસરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
નોંધનિય છે કે, દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાડના નજીકના ગણાતા કાંતિ સતાસીયા આમ આદમી પાર્ટીમાં જોડાતા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ફટકો લાગ્યો છે. તો બીજી તરફ ધારી વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના સબળ ઉમેદવાર તરીકે કાંતિ સતાસીયા મેદાનમાં ઉતરી શકે છે.



.png)