ગુજરાતના શિક્ષણ મંત્રી રાજીનામું આપે: AAP

0
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ(નવો કોર્સ) અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1ના પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટના મામલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ વખોડી છે. તેમણે જણાવ્યું હતું કે, 25000થી યુવાનો કારકિર્દી બનાવવા આવ્યા, પરંતુ પેપર ફૂટી ગયું છે. પેપર નહીં પરંતુ યુવાનોની કિસ્મત ફૂટી ગઈ છે. પેપર ફૂટ્યા બાદ પણ ભાજપના કોઈ મંત્રી કે નેતા જેલમાં જતાં નથી. શિક્ષણ મંત્રી આ મામલે રાજીનામું આપે. ભાજપના મોટા નેતાઓ અમિત શાહ અને જે.પી. નડ્ડા ગુજરાતમાં છે, તો તેઓ પેપર ફૂટવા પર નિવેદન આપે.


ગૌરવ યાત્રા પર ઈસુદાને નિશાન તાક્યું
ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તમે શેની ગૌરવ યાત્રા કાઢો છો? 12-13 પેપર ફોડી અને તમે યુવાનોની કિસ્મત ફોડો છો, તેની યાત્રા કાઢો છો? પેપર ફૂટવા મામલે ભાજપના શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવે. જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે. ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે, તમારા પાસે સુવર્ણ મોકો આવ્યો છે. આમ આદમી પાર્ટીને લાવો. દિલ્લીમાં પહેલા પેપર ફૂટતાં હતા, પરંતુ હવે પેપર નથી ફૂટતાં. અવનવા વીડિયો હજી આવશે. પરંતુ ગુજરાતની જનતા ભ્રમિત ન થાય. જો ભાજપ ફરી 2022માં સત્તામાં આવશે તો તલાટી, LRD વગેરેના પેપર ફૂટશે. ભાજપના નેતાની તાકાત નથી કે તેઓ પેપર સારી રીતે લઈ શકે.

આપ યુવાનો, ખેડૂતો માટે લડે છે
અલ્પેશ કથીરિયા મામલે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અલ્પેશ ભાજપને સારી રીતે જાણે છે. ભાજપે 13 યુવાનોને ગોળીએ ધરબી અને અનેકને જેલમાં પૂર્યા છે. હાર્દિક પટેલ સીડી કે કેસોથી ડરી ગયા છે, ખબર નહીં. એકપણ યુવાન ભાજપની જાળમાં ન ફસાય. આમ આદમી પાર્ટી આશાસ્પદ યુવાનો, ખેડૂતો વગેરે માટે લડે છે. ગુજરાતની જનતા માટે લડીએ છીએ અહીંયા પદ કે મલાઈ મળવાની નથી. તમામ સમાજ અને સંસ્થાઓના આંદોલન થયા છે અને ભાજપે તમામને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે અને કેસો પાછા નથી ખેંચ્યા. જેથી આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ કેસો પાછા ખેંચાશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top