મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા, જેમાં 50થી વધુ બાળકો સહિત સરકારી આંકડા પ્રમાણે 134 મૃતદેહ બહાર કઢાયા છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ, મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઊભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે. કન્ટ્રોલરૂમ અને હેલ્પલાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે 9ની ધરપકડ કરી છે જેમા, 2 મેનેજર, 2 રિપેરિંગનું કામ કરનાર કોન્ટ્રાકટર પિતા-પુત્ર, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્ક છે.
પકડાયેલ 9 આરોપીઓ
- * દિપક પારેખ, મોરબી, 44 વર્ષ
- * દિનેશ દવે, મોરબી, 41 વર્ષ
- * મનસુખ ટોપીયા, મોરબી, 59 વર્ષ
- * માદેવ સોલંકી, મોરબી, 36 વર્ષ
- * પ્રકાશ પરમાર, ધ્રાંગધા, 63 વર્ષ
- * દેવાંગ પરમાર, ધ્રાંગધા, 31 વર્ષ
- * અલ્પેશ ગોહિલ, દાહોદ, 25 વર્ષ
- * દિલીપ ગોહિલ, દાહોદ, 33 વર્ષ
- * મુકેશ ચૌહાણ, દાહોદ, 26 વર્ષરેન્જ આઈજીએ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરી
- દુર્ઘટનામાં 134થી વધુ લોકોના મૃત્યુ થયા છેઃ રેન્જ આઈજી
- 100થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી છેઃરેન્જ આઈજી
- 1887 માં મોરબી સ્ટેટ દ્વારા પુલ બનાવવામાં આવ્યો હતો
- અગાઉ અવારનવાર સરકાર દ્વારા અલગ-અલગ ખાનગી એજન્સીઓને સમારકામ મેન્ટેનન્સ તેમજ મેનેજમેન્ટ અર્થે કામ સોંપવામાં આવતું રહ્યું છે
- છેલ્લા આઠ માસથી મેન્ટેનન્સ અર્થે પુલ બંધ રાખવામાં આવ્યો હતો
- 26-10 - 2022 થી લોકો માટે પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
- દિવાળીના તહેવાર અંતર્ગત લોકોની વધુ પડતી ભીડ રહેતી હતી
- ફુલ મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટની ખામીના લીધે ધરાશાયી થયો હોય જે બાબતની ફરિયાદ બી ડિવિઝન પીઆઇ દ્વારા નોંધાવવામાં આવી છે
- સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના રજીસ્ટર નંબર 2003/2022 આઇપીસીની કલમ 304, 308, 114 મુજબ રજીસ્ટર કરવામાં આવ્યો છે
- ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી
- મોરબીની દુર્ઘટનામાં 9 આરોપીની ધરપકડ કરાઈઃ રેન્જ આઈજી
- ઓરેવા કંપનીના મેનેજરની પણ ધરપકડ કરવામાં આવીઃરેન્જ આઈજી
- ટિકિટ કર્લાકની પણ ધરપકડ કરવામાં આવી
- આરોપીઓને કડક સજા કરવામાં આવશેઃ રેન્જ આઈજી
- પોલીસે ત્વરીત કાર્યવાહી કરીઃ રેન્જ આઈજી
- પોલીસે ટીમ તરીકે કામ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા
- સીએમની અધિકારીઓ સાથે બેઠક શરૂ
- ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજકોટ કલક્ટર અરુણ મહેશ બાબુ, કૈલાશનાથન, રેન્જ આઈજી તથા અલગ અલગ જિલ્લાના SP વચ્ચે બેઠક શરૂ
- ગુજરાતના લોકો મુશીબત જોઇને મોટા થયા છે: PM મોદી
- ભારે હૈયે કાર્યક્રમ કરી રહી રહ્યો છું: PM મોદી
- આખી રાત વિચારતો રહ્યો કે કાર્યક્રમ કરૂ કે ન કરૂ: PM મોદી
- ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ સતત કામમાં છે: PM મોદી
- આપણા અનેક સ્વજનો અને ભૂલકાઓએ જીવ ગુમાવ્યાં: PM મોદી
- આપણી બધાની સંવેદના પીડિત પરિવાર સાથે છે: PM મોદી
- આજે આખુ ગુજરાત શોકમાં ડૂબેલું છે: PM મોદી
- મોરબીની ઘટનાને લઈ થરાદમાં વડાપ્રધાન મોદી ભાવૂક થયા
- કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે મોરબીની ઘટનાને લઈ સરકાર પર પ્રહાર કર્યા
- સરકારની બેદરકારીથી ઘટના બનીઃ દિગ્વિજયસિંહ
- સરકારે રાજીનામું આપવું જોઈએઃદિગ્વિજયસિંહ
- કોંગ્રેસે મોરબીની ઘટનાને વખોડી કાઢી, દૂર્ઘટનાને સરકારની નિષ્ફળતા ગણાવી
- બોલીવુડ કલાકાર અનુપમ ખેરે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું
- બે મૃતદેહ હજુપણ ગાયબ
- તપાસ ટીમ એસીપીની અધ્યક્ષતામાં બ્રિજ પર પહોંચી
- જ્યાંથી મુખ્ય કેબલ તૂટ્યો એની બારીકાઈથી તપાસ
- એફએસએલની ટીમે તૂટેલા કેબલની ફોટોગ્રાફી કરી
- બ્રિજના ટેક્નિકલ પાસાઓ અંગે અભ્યાસ શરુ કરાયો
- મૃતકોને ન્યાય મળવો જોઈએ: શંકરસિંહ વાઘેલા
- આ માનવ સર્જિત ઘટના છે કસૂરવારને કડક સજા કરી કરવામાં આવે: શંકરસિંહ વાઘેલા
- સમગ્ર ઘટનામાં નિર્દોષ લોકોના મોત થયા છે રાજકારણ ન થવું જોઈએ: શંકરસિંહ વાઘેલા
- હાઇકોર્ટે સુઓમોટો લઈ અને સમગ્ર ઘટનાની તપાસ કરાવી જોઈએ: શંકરસિંહ વાઘેલા
- પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા
- રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલૌતે મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
- અશોક ગેહલોતે હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં ન્યાયીક તપાસની માંગ કરી
- ૩ મહિનામાં રિપોર્ટ સોંપવામાં આવે તેવી ગેહલોતની માંગ
- SIT કોઇ વિકલ્પ ન હોવાનો ગેહલોતે દાવો કર્યો
- મૃતકોમાં 50થી વધુ બાળકોનો સમાવેશ
- આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી જશે
- મોરબીના મૃતકો અને પીડિતોને સહાનુભૂતિ આપવા આખા દિવસ દરમિયાન અમે કોઈપણ રાજકીય કાર્ય નહીં કરીએ: ગોપાલ ઈટાલિયા
- તમામ કમિટિ સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા
- બ્રિજના કોન્ટ્રાકટર, સિક્યુરિટી ગાર્ડ, ટિકિટ આપનાર અને મેનેજર સહિતના લોકોની પૂછપરછ
- પોલીસે 9 લોકોની અટકાયત કરી
- મોરબીના કબ્રસ્તાનમાં 150 લોકોની ટીમે એક સાથે 36 કબર તૈયાર કરવામાં આવી
- તંત્રની ઘોર બેદરકારીથી મોરબીમાં પુલ તૂટવાની દુઃખદ ઘટના હૃદયદ્રાવક છે: રેશ્મા પટેલ
- સાંજના 4 વાગ્યા સુધીમાં મૃતકોના પરિવારજનોના ખાતામાં સરકાર સહાય નિધિ જમાં કરશે
- ભલે હું એકતાનગરમાં હોઉ, પણ મારું મન મોરબીના પીડિતો પાસે છે: PM મોદી
- એક તરફ શોક, બીજી તરફ કર્તવ્ય: PM મોદી
- પીડિત પરિવાર પ્રત્યે સંવેદના: PM મોદી
- બચાવ કામગીરી સતત ચાલી રહી છે: PM મોદી
- દુર્ઘટના પર પી.એમ. મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
- મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કલેક્ટર, રેન્જ IG,SP સહિતના તમામ અધિકારીઓ સાથે બેઠક મળશે
- કલેક્ટર કચેરી ખાતે મળશે હાઈ લેવલની મીટિંગ
- મેનેજમેન્ટ કરનાર અને મેઇન્ટેન્સ કરનાર કંપનીનો ઉલ્લેખ કરાયો
- FIRમાં ઓરેવા કંપનીના નામનો ઉલ્લેખ નહીં!
- મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ફરિયાદી બન્યા
- બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે: હર્ષ સંઘવી
- હજુ બે લોકો ગાયબ છે: હર્ષ સંઘવી
- મુખ્યમંત્રી - ગૃહમંત્રી સતત નિરીક્ષણમાં
- આખી રાત ચાલેલું સર્ચ-ઓપરેશન હજુ પણ યથાવત્
- NDRF બાદ ભુજ આર્મીની ટીમ પણ મોરબી આવી પહોંચી છે.
- ભુજ આર્મીની ટીમ ચાર બોટ સહિત બચાવ સામગ્રી સાથે મોરબી આવી પહોંચી.
- પાણીમાં આર્મીની ટીમ દ્વારા રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
- પોણાબે વાગે પણ મૃતદેહ મળી રહ્યા છે.
- સાંસદ મોહન કુંડારિયા સતત ખડેપગે.
- સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યનાં મૃત્યુ થયાં.
- સગાં બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી, ચાર જમાઈ અને સંતાનોનાં મોત.
- એક પરિવારના 12 સભ્યોનાં થયાં મૃત્યુ.
- ગુનાની તપાસની અધ્યક્ષતા રેન્જ આઇજી દ્વારા કરવામાં આવશે.
- દરરોજ સાંજે મુખ્યમંત્રીને તપાસનો અહેવાલ સોંપવામાં આવશે.
- અન્ય કલમો પણ ઉમેરવામાં આવી છે.
- ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
- કલમ 308નો પણ ઉમેરો કરવામાં આવ્યો.
- કલમ 114 પણ લગાવવામાં આવી છે.
- કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- 108 સેવાના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું હતું કે 130થી વધારે અસરગ્રસ્ત દર્દીઓને 108 સેવા દ્વારા ખસેડવામાં આવ્યા છે.
- દુર્ઘટનાને પાંચ કલાક થયા, પણ ઓરેવા કંપનીના સંચાલકોનું મૌન.
- જલારામબાપાની જગ્યાની તમામ ડેકોરેશની લાઈટોનો શણગાર ઉતારી લેવાયો.
- વીરપુરમાં સંત જલારામ બાપાની 223મી જયંતીની સાદાઈથી ઉજવણી થશે.
- મોરબી સિવિલ હોસ્પિટલમાં CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.
- ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના બધા ડૉક્ટરોની ટીમ સિવિલ હોસ્પિટલમાં, નિઃશુલ્ક એક્સરે-સીટી સ્કેન કરવાની જાહેરાત.
- વડોદરાથી ફાયરબ્રિગેડના 17 જવાનની ટીમ મોરબી જવા માટે રવાના, ટીમ પાસે અંડરવોટર જોઈ શકાય એવા કેમેરા પણ છે.
- CM ભૂપેન્દ્ર પટેલે મોરબી પહોંચી નિરીક્ષણ કર્યું.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે અમદાવાદનો રોડ શો રદ.
- 99 મૃતદેહ મોરબી હોસ્પિટલમાં પહોંચ્યા, મોટા ભાગનાં બાળકો, એક-એક પલંગ પર બે-બે મૃતદેહ, હજુ આંક વધે એવી શકયતા: ડોકટરનાં સૂત્રો.
- રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર બચાવની કામગીરીમાં ખડે પગે- મંત્રી જિતુ વાઘાણી.
- શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ શોક વયક્ત કર્યો.
- નદીમાં પાણી ખાલી કરવા માટે ચેકડેમ તોડવાનું શરૂ
- અશોક યાદવે કહ્યું, 400 લોકોને ટિકિટ આપવામાં આવી હતી.
- મોતનો આંકડો 100ને પાર.
- મૃતદેહોને શોધવા મચ્છુ નદીનું પાણી કાઢવાની કવાયત શરૂ.
- 1 નવેમ્બરનો પીએમ મોદીનો સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ.
- અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ અને ગોમતીપુરના 25 ફાયર જવાનો મોરબી જવા રવાના.
- જામનગરથી એરફોર્સના 50 ગરુડ કમાન્ડો મોરબી જવા રવાના.
- કેવડિયાથી પીએમ મોદી મોરબી જઇ શકે છે.
- ફિટનેસ સર્ટિફિકેટ વિના જ પુલ શરૂ કરી દેવાયો હતો: નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા.
- રાજકોટથી પોલીસ કોન્વેય સાથે 108 મોરબી જવા રવાના.
- જામનગર અને જૂનાગઢથી વધુ એમ્બ્યુલન્સ મોરબી જવા રવાના.
- મોરારિબાપુએ મૃતકના પરિવારજનોને 5-5 હજારની સહાય જાહેર કરી.
- મૃતકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ આપી.
- રાષ્ટ્રપતિ મુર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું.
પોલીસે SIT (પાંચ સભ્યો)ની રચના કરી.
- 1. રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર.
- 2. કેએમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર.
- 3. ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જિ., એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ.
- 4. સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન.
- 5. સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી જવા રવાના.
મોરબીની આસપાસની તમામ હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ.
ઓરેવા ટ્રસ્ટના જયસુખ ઓધવજી પટેલ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માગ.
જવાબદાર ઓરેવા ટ્રસ્ટ સામે કાર્યવાહી કરવાની લોકોમાં માગ.
મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ લોકોનાં ટોળેટોળાં એકત્ર થવા લાગ્યાં.
150 લોકો બ્રિજ પર હતા તેમાંથી 75 લોકોને હોસ્પિટલમાં પહોંચાડાયા છે અને હજી 75 લોકો લાપતા છે: હર્ષ સંઘવી.
અમારી 18 એમ્બ્યુલન્સ કામે લાગી છે- ઇમર્જન્સી સર્વિસના પીઆરઓ વિકાસ બિહાની.
50 કરતાં વધુ લોકોને નદીની બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની.
50 જેટલા દર્દીના વાઈટલ જ મળતા નથી, તેમ છતાં તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની.
મોરબી જવાના તમામ રસ્તાઓ પર ચિક્કાર ટ્રાફિક.
અમિત શાહે હર્ષ સંઘવી સાથે વાત કરી.
60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાનો દાવો.
50થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા.
કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર સહાય જાહેર.
મોતના આંકડામાં 10થી વધુ બાળકોનો સમાવેશ, મોતનો આંકડો વધુ શકે છે.
મોરબી બાંધકામ સમિતિના ચેરમેન ઘટનાસ્થળે.
CM ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના.
CM ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા.
મંત્રી બ્રિજેશ મેરજાએ 40થી વધુનાં મોત થયાં હોવાનું જણાવ્યું.
તાત્કાલિક સારવાર કઇ રીતે આપી શકાય એ અમારી પ્રાથમિકતા છે: હર્ષ સંઘવી.
70થી વધારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડાયા: હર્ષ સંઘવી.
પાલિકાના ચીફ ઓફિસરનો ઓરેવા ટ્રસ્ટ પર આક્ષેપ
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે પુલનો કોન્ટ્રેક્ટ આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતાં નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો, એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.. તેમણે કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રિનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબૂતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજૂબત છે? એની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવાતાં આ ઘટના બની. ત્યાર બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકોર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પુલના કામમાં બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
બોલીવુડ કલાકાર અનુપમ ખેરે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
અનુપમ ખેરે ટ્ટીટ કર્યું કે, મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જવાથી જે દૂર્ઘટના થઈ છે તેનાથી ખૂબ જ દુઃખ થયું છે. આ દુર્ઘટનામાં પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરૂં છું.


.png)