અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમા આવેલા મેટ્રો સ્ટેશનની બહાર આવેલા શંકરભુવનના છાપરા પાસે મેટ્રો રેલની કામગીરી કર્યા બાદ કોન્ટ્રાકટરે મુકેલા સામાનમાં રોકેટ પડતા આગ લાગવાની ઘટના બની હતી.મેટ્રો સત્તાવાળાઓએ ફાયર એકસ્ટિંગ્યુશરની મદદથી આગને કાબૂમા લીધી હતી.
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને પુછતા તેમણે કહ્યું શાહપુર મેટ્રો ટનલ પુરી થવાના ભાગ પાસે ઝૂપડપટ્ટી આવેલી છે. આ સ્થળે કોન્ટ્રાકટરે મુકેલા સામાન ઉપર સળગતુ રોકેટ પડતા આગ લાગી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે ફાયર ફાઈટર મોકલી આપ્યુ હતુ પરંતુ તકેદારીના ભાગરૂપે મેટ્રોને અટકાવી પડી છે.


.png)