કોંગ્રેસ-અધ્યક્ષ ચૂંટણીના મતની ગણતરી આજે નવી દિલ્હીમાં 24 અકબર રોડ સ્થિત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(AICC)ની ઓફિસમાં પૂરી થઈ ગઈ છે. 24 વર્ષ પછી કોંગ્રેસને મળ્યા બિનગાંધી અધ્યક્ષ મળ્યા છે. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના 65માં અધ્યક્ષ બન્યા છે. કુલ 9385માંથી 7897 મત મેળવી તેમણે પોતાની જીત નક્કી કરી છે. જ્યારે થરૂરને માત્ર 1072 વોટ મળ્યા છે.
બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે કોંગ્રેસમાં મારી ભૂમિકા ખડગે જ નક્કી કરશે.
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું- સોનિયા ગાંધી 22 વર્ષથી કોંગ્રેસ અધ્યક્ષ છે. તેમણે પીએમ પદ સ્વીકાર્યું નહીં. 30 વર્ષથી આ પરિવાર કોઈ પદ પર આવ્યો નથી. સંસ્થાની જવાબદારી જ સંભાળી હતી, તે પણ છોડી દીધી. આનાથી અમે દુઃખી છીએ. જો રાહુલજી આ પદ સંભાળત, તો નવો સંદેશ ગયો હોત.
મલ્લિકાર્જુન ખડગેના કાઉન્ટિંગ એજન્ટ ગૌરવ ગોગોઈએ કહ્યું- આ એક ઐતિહાસિક ક્ષણ છે, અમને ગર્વ છે કે અમે આવી લોકતાંત્રિક રીતે ચૂંટણીઓ કરાવી. ખડગે સાહેબ અને શશિ થરૂરનું કહેવું છે કે જે પણ અધ્યક્ષ બનશે તે દરેક સાથે ચર્ચા-વિચારણા કરશે અને સોનિયા ગાંધી કે ગાંધી પરિવારની સલાહ ચોક્કસ સાંભળશે.
આવી રીતે થશે મતગણતરી
17 ઓક્ટોબરે વોટિંગ પછી તમામ બૂથ પરથી મતપેટીઓ AICCની ઓફિસે મગાવી લેવામાં આવી હતી. બુધવારે મતગણતરી શરૂ થતાં પહેલાં મતપત્રોને ભેગાં કરી દેવામાં આવશે, જેથી કયા ઉમેદવારને કયા રાજ્યમાં કેટલા વોટ મળ્યા છે એની ખબર ન પડે. આ પછી મતોનું વર્ગીકરણ કરવામાં આવશે, ત્યાર બાદ 50-50 મતો બનાવીને ગણતરી કરવામાં આવી
છેલ્લી વખત 1998માં વોટિંગ થયું હતું
કોંગ્રેસ-અધ્યક્ષપદ માટે છેલ્લી વખત 1998માં મતદાન થયું હતું. ત્યારે સોનિયા ગાંધી સામે જિતેન્દ્ર પ્રસાદ હતા. સોનિયા ગાંધીને 7,448 વોટ મળ્યા હતા, જ્યારે જિતેન્દ્ર પ્રસાદ 94 વોટ પર જ સમેટાઈ ગયા હતા.
કોંગ્રેસને 65માં અધ્યક્ષ મળશે
આ ચૂંટણીમાં જે જીતશે એ કોંગ્રેસ-અધ્યક્ષ બનનારા 65મા નેતા હશે. ઘણા નેતા એક કરતાં વધારે વખત અધ્યક્ષ રહી ચૂક્યા છે. જો ખડગે જીતે છે તો તેઓ કોંગ્રેસ-અધ્યક્ષ બનનારા બીજા દલિત નેતા હશે. બાબુ જગજીવનરામ કોંગ્રેસ-અધ્યક્ષ બનનારા પહેલા દલિત નેતા હતા. આઝાદી પછીનાં 75 વર્ષમાં 42 વર્ષ પાર્ટીની કમાન ગાંધી પરિવાર પાસે હતી. એ જ સમયે 33 વર્ષ સુધી પાર્ટી-અધ્યક્ષની લગામ ગાંધી પરિવાર સિવાય અન્ય નેતાઓ પાસે રહી.



.png)