PMનો ગુજરાત પ્રવાસ:મોટા મોટા ધુરંધરોને જેલના સળિયા ગણતા કરી દીધા, અત્યારે ગુજરાતનાં બાળકોને 'કર્ફ્યૂ' શબ્દ પણ ખબર નથી: વડાપ્રધાન મોદી

0
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ભરૂચના આમોદ પહોંચી ગયા છે, જ્યાં રેવા શુગર ફેક્ટરીના મેદાનમાં 36 હજાર સ્કવેરફૂટમાં સભા મંડપ બનાવવામાં આવ્યો છે. ડોમમાં 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી મંડળ સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત છે. જેના પગલે વીવીઆઇપી સુરક્ષાને લઇને પીએમ મોદી સાથેની ખાસ સુરક્ષા ટીમ સિવાય ભરૂચ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં પીએમ મોદી રૂ.8200 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ-ભૂમિપૂજન કરશે. લોકોને લાવવા લઇ જવા માટ રાજ્યભરના 29 ડેપોમાંથી 780 જેટલી બસો ફાળવવામાં આવી છે. આમોદથી પ્રધાનમંત્રી આણંદ અને ત્યારબાદ અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે. બાદમાં અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે, રાત્રિ રોકાણ જામનગરમાં કરશે.


બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે
ભરૂચમાં રૂપિયા 8200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ભરૂચના જંબુસરમાં રુપિયા 2500 કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું નિર્માણ થશે, જેનું પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે જ પીએમ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ, 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન, ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ, GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1નું ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STPના કામોનું લોકાર્પણ, ઉમલ્લા અશા પાણેથા રોડ મજબૂતીકરણ અને IOCL દહેજ કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.



                               

ભરૂચમાં રાજ્યનો પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક
ભારતને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાનના વિઝન હેઠળ, બલ્ક ડ્રગ પાર્ક માટેની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના માટે 2015.02 હેક્ટર વિસ્તારમાં રુપિયા 2500 કરોડના ખર્ચે ગુજરાતની પસંદગી કરવામાં આવી. આ યોજનાનો હેતુ આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ ફાર્મા ઈન્ગ્રિડિયન્ટ જેમકે સેફાલોસ્પોરીન્સ, સ્ટેરોઇડ્સ, ઈનઓર્ગેનિક સોલ્ટ, પ્રોટોન પંપ ઈહિબીટર્સ, પીડાનાશક, એન્ટિપ્રાયરેટિક્સ અને પેરાસીટામોલ, ડીક્લોફેનાક સોડિયમ, એસેક્લોફેનાક, આઇબુપ્રોફેન, એન્ટિ-હાયપરટેન્સિવ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ દવાઓ બનાવવામાં આવે છે, પરંતુ આમાંની મોટાભાગની મુખ્ય પ્રારંભિક સામગ્રીની આયાત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટથી સપ્લાય ચેઈન સરળ થશે, સાથે જ આયાતની અવેજી માટેનો માર્ગ મોકળો થશે અને ભારત બલ્ક ડ્રગ માટે આત્મનિર્ભર બનશે.

જામનગરમાં ભવ્ય રોડ શો કરશે
વડાપ્રધાન મોદી આજે જામનગરમાં 1.5 km લાંબો ભવ્ય રોડ શો કરશે. શહેરના દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી રોડ શો યોજાશે. રોડ શોના રૂટને સુશોભન અને ડેકોરેશન કરવામાં આવ્યું છે. અલગ-અલગ 12 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યાં છે. ત્યારે સ્ટેટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત શહેરીજનો કરશે.

મોઢેરા સૂર્ય મંદિરે લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું
રવિવારે પ્રધાનમંત્રીના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3092 કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને PM મોદી દ્વારા જાહેરસભાનો સંબોધવામાં આવી હતી. લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ PM મોદીએ મોઢેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા. ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top