PMએ કહ્યું- ભારતમાં 70 હજાર સ્ટાર્ટઅપ, અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગીએ છીએ

0

 ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકનો પ્રથમ રાઉન્ડ સમાપ્ત થયો છે. આ બેઠકમાં SCOમાં સુધારા અને વિસ્તરણ, પ્રાદેશિક સુરક્ષા, સહયોગ, કનેક્ટિવિટીને મજબૂત બનાવવું અને વેપારને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું- ભારત SCO સભ્યો વચ્ચે વધુ સહયોગ અને વિશ્વાસનું સમર્થન કરે છે.


મોદીએ સંબોધન કરતા કહ્યું હતુ કે વિશ્વ કોવિડ મહામારીમાંથી બહાર આવી રહ્યું છે. યુક્રેન કટોકટી અને કોરોનાને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં કેટલીક મુશ્કેલીઓ પડી છે. વિશ્વ ઉર્જા અને ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. SCO દેશો વચ્ચે સપ્લાય ચેન વિકસાવવાના પ્રયાસો કરવા જોઈએ. તેને વધુ સારી કનેક્ટિવિટીની જરૂર છે.

ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત છે
અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગીએ છીએ. ભારતના યુવાનો અને કાર્યબળ તેને કુદરતી રીતે સ્પર્ધાત્મક બનાવે છે. અર્થતંત્ર 7.5%ના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે, જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમે ઈનોવેશનનું સમર્થન કરી રહ્યા છીએ. ભારતમાં 70 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ છે, જેમાંથી 100થી વધુ યુનિકોર્ન છે. અમે નવા સ્પેશિયલ વર્કિંગ ગ્રુપની સ્થાપના કરીને SCO સભ્યો સાથે અમારો અનુભવ શેર કરવા તૈયાર છીએ.


PM મોદીએ કહ્યું- ભારત પરસ્પર સહયોગ વધારવા માંગે છે

PM મોદીએ SCO સમિટમાં કહ્યું, વિશ્વ ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં SCOની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. SCO વૈશ્વિક અર્થતંત્રમાં 30% યોગદાન આપે છે. 40% વસ્તી પણ SCO દેશોમાં રહે છે. ભારત SCO દેશો વચ્ચે વધુ સહકાર અને પરસ્પર વિશ્વાસનું સમર્થન કરે છે.

2023 હશે ઈયર ઓફ મિલેટ્સ

વિશ્વ આજે અન્ય એક મોટો પડકારનો સામનો કરી રહ્યું છે જે તેના નાગરિકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેનો ઉકેલ મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન આપવું તે છે. તે હજારો વર્ષોથી વિશ્વના ઘણા ભાગોમાં ઉગાડવામાં આવે છે. આ ખોરાકનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. 2023ને ઈયર ઓફ મિલેટ્સ તરીકે મનાવવામાં આવશે.

ગુજરાતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન કર્યું હતું
પીએમ મોદીએ કહ્યું, “એપ્રિલ 2022માં WHOએ ગુજરાતમાં તેના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન કર્યું હતું. WHO દ્વારા પરંપરાગત સારવાર માટે તે પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હતું. SCO દેશોમાં અમને ટ્રેડિશનલ મેડિસિન પર સહકાર વધારવો જોઈએ. ભારત આ માટે પહેલ કરશે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની એક મહત્ત્વપૂર્ણ બેઠક આજે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં મળી છે. આ સમિટમાં સામેલ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાન પહોંચી ગયા હતા.અહીંના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીનું સમિટમાં વોર્મ વેલકમ કર્યું હતું. સમિટના ફોટો શૂટ દરમિયાન એક છેડે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા છેડે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ ઉભા હતા. કોંગ્રેસે આ વિશે વિરોધ કરતાં કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનને છેડે કેમ ઉભા રાખવામાં આવ્યા છે. જોકે હકિકત એવી છે કે, ભારત અને પાકિસ્તાન SCO સમિટમાં નવા સામેલ થનારા સભ્યો છે. માનવામાં આવે છે કે, આ કારણે બંને દેશના વડાપ્રધાનને એક એક છેડે ઉભા રાખવામાં આવ્યા હશે.

આ દરમિયાન SCO સુધારા અને વિસ્તરણ, પ્રાદેશિક સુરક્ષા, સહયોગ, જોડાણને મજબૂત કરવા તથા વેપારને પ્રોત્સાહન આપવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પછી સમરકંદ બેઠક સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદી બેઠકમાં ભાગ લેવા માટે 15 સપ્ટેમ્બરે રાત્રે સમરકંદ પહોંચ્યા હતા. આજે પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સાંજે પાછા PM મોદી દિલ્હી જવા રવાના થશે.


જિનપિંગ, શાહબાઝ શરીફ સાથે મોદીની મુલાકાત મહત્ત્વપૂર્ણ

PM મોદીની પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત પર સસ્પેન્સ યથાવત્ છે. નિષ્ણાતોના મતે જો વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને શાહબાઝ શરીફને મળે છે તો આ મુલાકાત ભારતીય વિદેશનીતિ માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ વધુ ઘેરો બન્યા બાદ મોદી-જિનપિંગની આ પહેલી મુલાકાત હશે. આ સાથે જ પાકિસ્તાનમાં ઈમરાન ખાનને હટાવ્યા બાદ મોદી પહેલીવાર શાહબાઝ શરીફને મળશે.

મોદી પુતિન સાથે રશિયા-યુક્રેન યુદ્ધ અને કોઈપણ અવરોધ વિના ક્રૂડ ઓઈલના સપ્લાય પર વાતચીત કરશે

પુતિન સાથે પીએમ મોદીની મુલાકાતમાં બંને નેતા રશિયા-યુક્રેન યુદ્ધ અને ફૂડ સિક્રિયોટી જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. રશિયાના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, વ્યૂહાત્મક સ્થિરતા સાથે સંબંધિત મુદ્દાઓ, એશિયા-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું હતું કે પીએમ મોદી કોઈપણ અવરોધ વિના સસ્તા ક્રૂડ ઓઈલના સપ્લાય અંગે પુતિન સાથે વાત કરી શકે છે.

ભારત 2017માં SCOમાં જોડાયું હતું

SCO સંબંધિત ભારતની 3 મુખ્ય નીતિ

  1. રશિયા સાથે સંબંધો મજબૂત કરવા
  2. પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનના વર્ચસ્વ પર લગામ લગાવો અને જવાબ આપો
  3. મધ્ય એશિયાના દેશો સાથે સહકાર વધારવો


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top