રાજ્યમાં હાલમાં સરકારી કર્મચારીઓ વિવિધ માગણીને લઈને આંદોલનો કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ હાલમાં ગાંધીનગર ખાતે એકઠા થયા છે.
જેને લઈને હવે સરકાર ણ હરકતમાં આવી છે. આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે, કર્મચારીઓની મોટા ભાગની માગણીઓેને લઈને સરકારનું વલણ હકારાત્મક છે. તેથી હવે જે 6 લાખ કર્મચારીઓ એક સાથે માસ સીએલ પર જવાના હતા કે કાર્યક્રમ મોકૂફ રહી શકે છે. કર્મચારીઓની માંગણી સંતોષાતા માસ સીએલનો કાર્યક્રમ મોકૂફ રહી શકે છે. કર્મચારીઓએ સરકારની અપીલને ગ્રાહ્ય રાખી છે. વાઘાણીએ કહ્યું કે, કુટુમ્બ પેન્શનની માગનો સ્વિકાર કર્યો છે.



.png)