હવામાન વિભાગની મોટી આગાહી, આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતમાં આ જિલ્લામાં મેઘો તૂટી પડશે, જાણો ક્યાં કેવો ખાબકશે!

News 16
0
અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ છે અને અનરાધાર પડ્યો પણ છે. દ્વારકાના ભાટીયામાં ધોધમાર વરસાદ વરસતા ભાટીયા ભોગાત રોડ પર પાણી ફરી વળ્યાં. જેના લીધે અવરજવરમાં વાહનચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો. રસ્તામાં ધસમસતા પાણીના પૂર ફરી વળ્યાં છે. ભાટિયામાં હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. એ જ રીતે ઉપલેટાના મોટી પાનેલીનો ફૂલજર ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં બે દિવસ મેઘરાજા તૂટી પડશે.

આજની જ વાત કરવામાં આવે તો મોડી રાત્રે અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમજ સવાર-સવારમાં વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ વરસશે.

આંકડા સાથે પણ માહિતી મળી રહી છે કે આજ બપોર સુધીમાં રાજ્યમાં કુલ 120 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેમાં આજે સૌથી વધુ ભુજ અને બારડોલીમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. એ સિવાય વેરાવળ અને વાસંદામાં 3-3 ઈંચ વરસાદ, વાપીમાં પોણા 3 ઈંચ વરસાદ, કોડીનાર, પલસાણામાં અને ધરમપુરમાં સવા 2 ઈંચ વરસાદ, ઉપલેટા, લિલિયા અને નાંદોદમાં સવા 2 ઈંચ, વઘઈ અને ખેરગામમાં 2-2 ઈંચ વરસાદ અને માંડવી તેમજ પારડીમાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top