આહવા-સાપુતારા નેશનલ હાઈવે પર ઠેરઠેર રસ્તાનું ધોવાણ

0
આહવા-સાપુતારા નેશનલ હાઈવે પર જગ્યા જગ્યાએ રસ્તાનું ધોવાણ થતા અકસ્માતની ભીતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ડુંગરવાળા વિસ્તારના રસ્તાઓને ભારે નુકસાની થઈ છે. અવાર-નવાર આ રસ્તાઓ બંધ કરી દેવાની નોબત પણ ઉભી થઈ હતી. ભારે વરસાદના કારણે ભેખડો ધસી પડવાના બનાવો તેમજ તોતીંગ વૃક્ષો ધરાશાયી થવાના અનેક બનાવો અવારનવાર બને છે, જેના કારણે અકસ્માતો બની રહ્યાં છે.

ડાંગ જિલ્લામાં વડુ મથક આહવાથી સાપુતારા જતા નેશનલ હાઈવે પર આહવાના ઘાટમાં તેમજ સાપુતારાના ઘાટમાં વરસાદી પાણીમાં ગટરો પુરાઈ જતા રસ્તા પર માટી સાથે પથ્થરો ધોવાઈ આવતા અવારનવાર અકસ્માતો બની રહ્યાં છે, આમ છતાં નેશનલ હાઈવે વિભાગ દ્વારા ધોવાણ પર પુરાણ નહીં કરાતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.

છાશવારે ટુ વ્હિલર ચાલકો સ્લીપ થઈ જવાના બનાવો બની રહ્યાં છે. આહવાના ભુસદાના પુલ પાસે તેમજ નર્સરી પાસે વરસાદનું પાણી રસ્તા પર વહેતા આ પાણીમાં કાદવ તેમજ પથ્થરો રસ્તા પર આવી ગયા છે, જે ઘણા સમયથી નહીં હટાવતા અકસ્માતો બની રહ્યાં છે. હાઇવે વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈ સત્વરે કામગીરી કરે તે જરૂરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top