કોંગ્રેસના ધારાસભ્ય પણ પોતાના વિસ્તારની વિવિધ માંગોને લઈને છેલ્લા આઠ દિવસથી ધરણાં પર

News 16
0
વિધાનસભા ચૂંટણી પહેલા એક તરફ વિવિધ સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય પણ પોતાના વિસ્તારની વિવિધ માંગોને લઈને છેલ્લા આઠ દિવસથી ઉપવાસ પર બેઠા હતા. જો કે આજે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પારણાં કરી લીધા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ઉપવાસ ઉપર બેઠેલા ગુલાબસિંહ રાજપૂત અને દિલાવરસિંહને પારણાં કરવા વિનંતી કરી હતી.



જગદીશ ઠાકોરની વિનંતીને લઈને ગુલાબસિંહ રાજપુતે આઠમાં દિવસે પારણા કર્યા હતા. જગદીશ ઠાકોરે પાણી પાઈને ગુલાબસિંહ રાજપૂત અને દિલાવરસિંહને પારણાં કરાવ્યા હતા. નોંધનિય છે કે, આ પહેલા સમાચાર આવ્યા હતા કે ઉપવાસ દરમિયાન ધારાસભ્ય ગુલાબસિંહની તબિયત પણ લથડી હતી. ગુલાબસિંહ પોતાના વિસ્તારમાં પાણીથી લઈને અનેક સમસ્યાઓને લઈને ઉપવાસ પર ઉતર્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top