વડોદરામાં કેજરીવાલનો વાયદો:'અમારી સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું'

0
વડોદરામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. બીજી તરફ, કેજરીવાલે આ અંગે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે મને રાજકારણ નથી આવડતું. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું.

પંજાબમાં જૂની પેન્શન યોજના પર કામગીરી શરૂ
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી કરી રહ્યાં છે. હું ગેરંટી આપું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે તો અમે જૂની પેન્શન લાગુ કરીશું. ગઇકાલે પંજાબના મુખ્યમંત્રીએ પણ જૂની પેન્શન યોજના અમલી બનાવવા કામગીરી શરૂ કરી દીધી છે. કોઈપણ રાજ્યમાં ચૂંટણીમાં જિતાડવા કે હરાવવા માટે એ રાજ્યના સરકારી કર્મચારીઓ મોટી ભૂમિકા ભજવે છે. હવે ગુજરાત સરકારને અહંકાર આવી ગયો છે, હવે આ સરકારની હટાવવી જરૂરી છે. અમે તમારી પાસે એક જ મોકો માગીએ છીએ.

ભાજપ-કોંગ્રેસ એક
કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ મને અપશબ્દો કહે છે. બંનેની ભાષા પણ એક જ છે. મારો વાંક શું છે? હું ગુજરાતની મોંઘવારી દૂર કરવાની વાત કરું છું. હું શિક્ષણ અને મેડિકલ સુવિધાઓ મફત આપવા માગું છું. અમે ગુજરાતના લોકોની ભલાઇની વાત કરીએ છીએ. હવે બંને પક્ષ મારી સામે મોટા નેતાઓ ઉતારશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top