વડોદરા એરપોર્ટ પર કેજરીવાલનું સ્વાગત ગુજરાતીઓએ ‘મોદી-મોદી’ નારાઓથી કર્યું: નારાજ આપ નેતા હાજર મિડીયાને પણ જવાબ ન આપી શક્યા

0
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ મંગળવારે (20 સપ્ટેમ્બર) ફરી એકવાર પોતાના ગુજરાત પ્રવાસ પર આવી પહોંચ્યા હતા. આ વખતે તેઓ વડોદરા એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટથી બહાર નીકળતી વખતે લોકોએ કેજરીવાલનું સ્વાગત ‘મોદી-મોદી’ના નારા કર્યું હતું.
વડોદરા એરપોર્ટ પર કેજરીવાલનું સ્વાગત ગુજરાતીઓએ ‘મોદી-મોદી’ નારાઓથી કર્યું: નારાજ આપ નેતા હાજર મિડીયાને પણ જવાબ ન આપી શક્યા

પોતાની પાર્ટીનો જનાધાર વધારવા માટે કેજરીવાલ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. દરમિયાન, ગુજરાતના વડોદરાથી દિલ્હીના સીએમ કેજરીવાલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા દેખાય છે. વાસ્તવમાં વડોદરા એરપોર્ટથી બહાર આવતાં જ સીએમ કેજરીવાલની લોકો સામે ‘મોદી-મોદી’ના નારા લગાવે છે એવા દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળી રહ્યાં છે.

AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. વડોદરામાં ‘ટાઉન હોલ’ કાર્યક્રમને સંબોધવા પહોંચેલા કેજરીવાલની સામે જ એરપોર્ટ પર અચાનક ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતા. કેજરીવાલ એરપોર્ટના એક્ઝિટ ગેટ પર પહોંચતા જ પાર્ટીના કાર્યકરોએ તેમનું સ્વાગત કરવાનું શરૂ કરી દીધું હતું. ‘મોદી-મોદી’ના નારા લગાવવાનું શરૂ થતા જ આપના કાર્યકર્તાઓએ પણ ‘કેજરીવાલ-કેજરીવાલ’ના નારા લગાવવાની શરૂ કરી દીધું હતું.

આ દરમિયાન ત્યાં હાજર મિડિયાકર્મીઓએ કેજરીવાલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ રીતે ભારે ફજેતી થયા બાદ કેજરીવાલ ત્યાં સહેજ પણ ઉભા ન રહ્યા. મિડિયા સાથે વાત કરવાની ના પડ્યા બાદ તેમણે માત્ર એટલું જ કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં આવો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top