કેજરીવાલ-સિસોદિયાએ દારૂના કારોબારીઓ પાસેથી મોટી કમાણી કરી, દલાલી મેળવી રૂપિયા ઘરભેગા કર્યા

0
ભાજપે સોમવારે એક સ્ટિંગ વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે નવી લીકર પોલિસીથી સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કમિશન મેળવીને મોટી કમાણી કરી છે. સ્ટિંગ જાહેર કર્યા બાદ ભાજપે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. સંબિત પાત્રાએ કહ્યું- અમે કેજરીવાલ અને સિસોદિયાને 5 સવાલ પૂછ્યા, પણ જવાબ મળ્યો નહીં. આ પછી અમે સ્ટિંગ દ્વારા તેમનો પર્દાફાશ કર્યો છે.

ભાજપે દાવો કર્યો હતો કે સ્ટિંગમાં દેખાતી વ્યક્તિ CBI દ્વારા એક્સાઇઝ કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં 13 નંબરનો આરોપી શનિ મારવાહના પિતા કુલવિંદર મારવાહ છે. આ વીડિયોના આધારે ભાજપે આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં લીકર પોલિસી દ્વારા દલાલી લેવામાં આવી હતી.

નવી લીકર પોલિસીને કારણે થયેલી લૂંટનો આજે ઘટસ્ફોટ થયો
પાત્રાએ કહ્યું- "અમે જે બતાવવાના છીએ એમાં સ્ટિંગ માસ્ટરનું સ્ટિંગ થયું છે. જ્યારે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે એવું કહ્યું હતું કે જુઓ, જો કોઈ ભ્રષ્ટાચાર કરે છે, તો તમે તેનું સ્ટિંગ કરી લેજો, તેનું રેકોર્ડિંગ કરી લેજો અને અમને મોકલો, અમે સત્ય બતાવીશું. નવી લીકર પોલિસીના કારણે જે લૂંટ મચાવી હતી એ આજે સામે આવી છે. પહેલી વાત તો એ છે કે 80% નફો દિલ્હીની જનતાના ખિસ્સામાંથી કાઢીને મનીષ સિસોદિયા અને કેજરીવાલે દલાલી મારફત પોતાના ખિસ્સામાં નાખ્યો છે.

બીજી વાત એ છે કે તેમણે તેમનું કમિશન લઈ લીધું અને પછી કેજરીવાલ અને સિસાદિયાએ કોન્ટ્રેક્ટરોને, પોતાના મિત્રોને એવી છૂટ આપી કે દિલ્હીના લોકો સાથે જે કરવું હોય એ કરો. ત્રીજી વાત એ છે કે બ્લેક લિસ્ટેડ કંપનીઓને બોલાવી-બોલાવીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. ચોથી મોટી વાત એ છે કે આખા મામલામાં કેજરીવાલ અને સિસોદિયાને પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top