ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક આંદોલન શરૂ થશે, જાણો ક્યા કર્મચારીઓ ઉતરશે રસ્તા પર

News 16
0
રાજ્યમાં હાલ ઘણા સરકારી કર્મચારી પોતાની માગણીને લઈને આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોથી લઈને આરોગ્ય કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે. તો બીજી તરફ હવે રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલન સક્રિય થવાના એંધાણ છે. વીસીઇનું સ્થગિત થયેલ આંદોલન 8 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. સરકાર સાથેની મંત્રણા બાદ 8 મહિના થયા હોવા છતાંય ઉકેલ ન આવતા આંદોલન પાછું ચાલુ કરાશે.



ભાજપના સાંસદે એવું તે શું કહ્યું કે, ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું
પાટણના ભાજપ સાંસદ ભરતસિહ ડાભી અર્બુદા સેનાના કાર્યલયના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. વિપુલ ચોધરીની અર્બુદા સેનાના કાર્યલયનું ઉદ્ઘાટન ભરતસિંહ ડાભીએ કર્યું. જો કે આ સમયે તેમણે નિવેદન આપ્યું તેને લઈને રાજકારણ ગરમાયું છે. તેમણે 2022ની વિધાનસભાની ચુંટણીમાં વિપુલ ચોધરીને સક્રિય રાજકારણમાં લાવી ફરી ગૃહમંત્રી બનાવવાની ઈચ્છા કરી. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ લોકોને સંબોધન કરતા કહ્યુ કે, આપણે વિપુલ ચોધરીને 2022માં સક્રિય રાજકારણમાં લાવી ફરી ગૃહ રાજ્યમંત્રી બનાવવા છે. ભાજપના સાંસદના આ નિવેદનથી મહેસાણાનું રાજકારણ ફરી ગરમાયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top