ગાંધીનગરમાં રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સચિવાલયનો ઘેરાવ કર્યો

News 16
0

ગુજરાત સરકાર ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર એવા આરોગ્ય કર્મચારીઓને વિવિધ ત્રણ મુદ્દે છેલ્લા 38 દિવસથી મચક આપતી નથી, જેના કારણે હવે આરોગ્ય કર્મચારીઓ પોતાની માગણીઓનો પરિપત્ર કરાવવા માટે આક્રમક બન્યા છે. આજે ગાંધીનગરમાં રાજ્યભરના હજારો કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરવા એકઠા થયા છે.સરકાર આરોગ્ય કર્મચારીઓના મુખ્ય ૩ પ્રશ્નો અંગે કઇ નહીં કરે તો હવે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિધાનસભા સચિવાલયના ઘેરાવ સહિત તબક્કાવાર આક્રમક આંદોલન શરૂ કરાયા છે. જેનાં આ માટે રણનીતિ પણ તૈયાર કરી દેવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓના મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મંત્રણા કરીને આરોગ્ય કર્મચારીઓને માત્ર લોલીપોપ જ આપે છે, એટલું જ નહીં હવે સરકાર અમારા માટે કોઈ સત્તાવાર ર્નિણય કરી અને તેનો જીઆર કે પરિપત્ર નહીં કરે તો રાજ્ય સરકારના તમામ આરોગ્ય કર્મચારીઓ આક્રમક બનીને સરકાર સામે મોરચો માંડશે.

બીજી તરફ સરકાર વિરોધી અલગ અલગ કાર્યક્રમની વિગતો આપતા તેમણે કહ્યું કે, આજે સચિવાલય ઘેરાવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેનાં માટે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર આવી પહોંચ્યા છે. ત્યારબાદ આવતીકાલે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 17મી તારીખે આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રેલી સાથે ધરણા કાર્યક્રમ કરશે. જ્યારે 19મી તારીખે આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે સચિવાલયનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કરશે.

20મી તારીખે આક્રમક બની જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્ય સરકારના પંચાયતના 18 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ અને તેમનો પરિવાર ભૂખ હડતાળ ઉપર ઉતરવાનું એલાન કરવામાં આવ્યું છે. છેલ્લા 38 દિવસથી ચાલતી આ હડતાલનો અંત નહીં આવવાના કારણે હવે રાજ્ય સરકારના આરોગ્ય કર્મચારીઓએ ઉગ્ર અને આક્રમક આંદોલન આપવાની ચીમકી ઉચ્ચારી છે.

મહત્વનું છે કે, રાજ્ય સરકારના પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ અંગે ગત ૩૦ ઓગષ્ટે સરકાર સાથે થયેલી બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જ આરોગ્ય કર્મચારીઓનું મંડળ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ખાસ પત્રકાર પરિષદમાં હડતાળ સમેટી લેવાની રાજ્ય સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તો બીજી તરફ આરોગ્ય કર્મચારી મંડળના કેટલાક સભ્યોએ લેખિત ઠરાવ કરવાની માંગ સાથે સરકારની આ જાહેરાતનો વિરોધ કર્યો હતો. પરિણામે આરોગ્ય કર્મચારીઓની હડતાળ અસમંજસ સ્થિતિમાં આવી ગઈ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top