સોનગઢમાં બંધ પડેલી ક્વોરીની ખાણમાં પુરાણ કામ વેળાએ યુવકનો મૃતદેહ મળ્યો

0
સોનગઢ ના સર્વોદય નગર ની પાછળ આવેલી બંધ ક્વોરી ની પાણી ભરેલી ખીણ માંથી અજાણ્યા ઈસમ ની લાશ મળી આવતાં પોલીસે તેની ઓળખ કરવા ના પ્રયાસ શરૂ કર્યા હતા. સોનગઢ ના સ્ટેશન રોડ પર આવેલ સર્વોદય કોલોની ની પાછળ એક ક્વોરી બંધ પડેલી સ્થિતિ માં છે અને તેની નજીક જ ક્વોરી ની પથ્થર ની ખીણ આવેલી છે.



હાલ માં આ ખીણ માં પાણી ભરેલું છે અને ક્વોરી માલિક દ્વારા આ ખીણ ની પુરાણ કરવાની કામગીરી ચાલી રહી છે.બુધવારે ક્વોરી પર સુપરવિઝન નું કામ કરતાં રાકેશ ભાઈ ગામીત જેસીબી મશીન લઈ પુરાણ ના કામે ખીણ પર ગયા હતાં ત્યારે ખીણ ના પાણી માં એક અજાણ્યા પુરુષ ની લાશ ઊંઘી તરતી હાલતમાં જોવા મળી હતી.જેથી પોલીસે સ્થળ પર પહોંચી ડિકમ્પોઝ સ્થિતિમાં થઈ ગયેલી આશરે 35 થી 40 વર્ષ ની ઉંમર ધરાવતા ઇસમ ની લાશ પાણી માંથી બહાર કઢાવી હતી.આ ઇસમે કાળા કલર નું આખી બાય નું શર્ટ અને ગ્રે કલર નો સાદો પેન્ટ પહેરેલ છે અને તેની ઊંચાઈ આશરે પાંચ ફૂટ સાત ઇંચ જેટલી છે.આ ઇસમ અંગે કોઈ ને જાણ થાય તો સોનગઢ પોલીસ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top