કોંગ્રેસ છોડી AAPમાં જોડાયેલા કયા દિગ્ગજ નેતા સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ? યુવતીએ શું લગાવ્યો આક્ષેપ?

0
તાજેતરમાં જ કોગ્રેસ છોડી આપમાં જોડાયેલા ભગુ વાળા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વાસ ફિલ્મસ ક્રીએશન ના નામે યુવતીને કામ આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ થઈ છે. યુવતીને મેડીકલ ચેકઅપ માટે લઇ જવામા આવી છે. પોલીસે 376 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



વેરાવળમાં કાસ્ટીંગ કાઉચનો કિસ્સો આવ્યો સામે છે. યુવતીને મોડેલ તરીકે કાસ્ટ કરવા રાજકીય નેતા અને વિશ્વાસ ફિલ્મ્સ નામની વિડીયો મેકીંગ એજન્સીના માલિકે પોતાના ફ્લેટ પર યુવતી પર આચર્યું દુષ્કર્મ. વેરાવળ શહેરમાં વર્ષોથી કોંગી નેતા અને તાજેતરમાં આપમાં ભળેલા નેતા ભગુ વાળા વિરુદ્ધ યૂવતીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.

આરોપી તે ભગૂ વાળા થોડા મહિના પેહલા કોંગ્રેસના ઊપપ્રમૂખ હતા, હાલ થોડા સમય પહેલા aap પાર્ટીમાં જોડાયા છે. આરોપી વિશ્વાસ ફિલ્મસ નામની વિડીયો મેકિંગ એજન્સીનો માલિક હોય જેથી યૂવતીઓને મોડેલિંગ માટે બોલાવી તેનો ગેરલાભ લેતો હોવાનો ફરીયાદીનો આક્ષેપ છે. રાજેન્દ્ર ભવન રોડ પર ઓફીસ ધરાવતા આ આરોપી ભગૂ વાળાએ પોતાના ફ્લેટમા બોલાવી પ્રસિદ્ધ કરાવી દઈશ અને મોડેલ બનાવી દઈશ તેવી લાલચ આપી પર બળાત્કાર ગૂજાર્યાની ફરીયાદ એક યુવતી દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી છે અને આરોપી ભગુને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top