ભૂકંપ: ડોલવણ તાલુકામાં ભૂકંપના આચકાં અનુભવાયેલાનું ઉદ્ભવ સ્થાન ડાંગ જિલ્લાનું નાનાપાડા ગામ

0
તાપી જિલ્લાના ડોલવણ તથા ડાંગ જિલ્લાના વઘઇ-વાંસદા તાલુકાના અમુક ગામોના વિસ્તારમાં ભૂકંપના આચકાં અનુભવાય છે. કારણ કે વધુ વરસાદ પડવાને કારણે જમીનમાં પાણીનું સ્તર ઉપર આવી જતું હોય છે સદર બાબતે ૩ વર્ષ પહેલા ઇન્ડિયન સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરને પણ જાણ કરી હતી અને ઉમરવાવ દૂર ગામ ખાતે પંચાયત ઘરમાં સિસ્મોગ્રાફ ટેકનોલૉજી સાઘન પણ મૂકવામાં આવેલ છે.


ગત રોજ અનુભવાયેલા ભૂકંપના આચકાનું ઉદ્ભવ સ્થાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના નાનાપાડા ગામ હતું. આ આચકાં સામાન્ય 1.5 થી 2.5 રિકવરી તીવ્રતા વાળા હોય છે અને ચોમાસા પૂર્ણ થયા બાદ ઓકટોબર અથવા નવેમ્બર માસ બાદ આપમેળે બંધ થઈ જતાં હોય છે આવા બનાવો જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્રના અધિકારી કર્મચારીઓ દ્વારા સમયાંતરે તાલુકાના વિસ્તારોમાં ગ્રામજનોને ભૂકંપ અંગે તથા તેમ રાખવાની સાવચેતી અંગે જાગૃત કરેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top