ગુજરાત યુનિવર્સિટી પાસે મોટી દુર્ઘટના ઘટના ઘટી છે. લિફ્ટના નિર્માણ દરમિયાન માચડો તૂટતાં 7 લોકોના મોત નીપજ્યા છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણાધીન બ્લિડિંગના લિફ્ટના નિર્માણ દરમિયાન માચડો તૂટતા 7 શ્રમિકોના મોત નીપજ્યા છે. એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં સાતમા માળેથી લીફટ તૂટતા 7 શ્રમિકોના મોત નીપજ્યા છે. બિલ્ડીંગનું બાધકામનું ચાલી રહ્યું હતું.
આજે સવારે 9 વાગ્યાની આસપાસ એસ્પાયર 2 નામની બિલ્ડીંગમાં આ દુર્ઘટના ઘટી હતી. ઘોઘંબાના રહેવાસી મજૂરો કામ કરતા હતા. દરમિયાન લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાયા હતા. અત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી. આ પછી અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ. અહીંયા સ્થળ તપાસ માટે આવ્યા છીએ પરંતુ કોઈપણ પ્રકારના જવાબદાર અધિકારી હાજર નથી.
લિફ્ટ તૂટી ત્યારે કુલ આઠ લોકો પડ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યાં હતાં. બાકીના 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતાં. સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા.
મૃતક શ્રમિકો
સંજયભાઈ બાબુભાઇ નાયક
જગદીશભાઈ રમેશભાઈ નાયક
અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
મુકેશભાઇ ભરતભાઇ નાયક
રાજમલ સુરેશભાઇ ખરાડી
પંકજભાઇ શંકરભાઇ ખરાડી


