31મી ઓગષ્ટ - 2022 ગણેશ ચતુર્થીના પવિત્ર દિને વ્યારા નગર પાલિકાના વોર્ડ નં.2મા ગુજરાત ગણેશ મંડળ, માલીવાડ, વ્યારાની માંગ મુજબ વોર્ડ નં.૨ના નગર સેવકો સંજય સોની, મૃણાલ જોશી, નીમિશાબેન તરસાડીયા, પ્રીતિબેન ગામીતની લેખિત રજૂઆતને કારણે માલીવાડ ચાર રસ્તા પર 5 લાખ જેટલી માતબર રકમનું ખૂબ જ સુંદર અને આકર્ષિત રંગીન ગ્રેનાઈટ પથ્થરમા ગુજરાત ગણેશ ચોક બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત ગણેશ ચોક બનતા મંડળના સભ્યો તથા સ્થાનિક લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના વિસ્તારમાં ગણેશ ચોક બનાવવા માટે અગાઉ રજૂઆત કરાઈ હતી જેને લઇને સ્થાનિક વોર્ડ સભ્યો દ્વારા ગુજરાત ગણેશ ચોક બનાવી આપ્યું હતું. વ્યારા નગર માં આવેલ વોર્ડ નં. 2 ના નગર સેવકો ઉપરાંત નગરપાલિકાના બાંઘકામ સમિતીના ચેરમેન રીતેશ ઉપાદયાય, લારી-ગલ્લા દબાણ સમિતીના ચેરમેન રાકેશ ચૌધરી, વોર્ડ નં. ૨ના આગેવાન હેમંત તરસાડીયા, ગુજરાત ગણેશ મંડળના આગેવાન સુનિલભાઈ માળી, વિપુલભાઇ માળી તથા ગુજરાત ગણેશ મંડળના યુવા મિત્રો તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



.png)