તાપી જિલ્લા એલસીબી એ બાતમી આધારે બાજીપુરા નજીક થી એક કારમાંથી ₹ 2,41,900 નો મુદ્દામાલ ઝડપી ત્રણ આરોપીઓની ધરપકડ કરી એક આરોપી વોન્ટેડ જાહેર તાપી એલસીબી પીઆઈ આર. એમ. વસૈયા એલસીબીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ અજયભાઈ તથા એલસીબી સ્કોર્ડ સ્ટાફના પોલીસ સાથે વાલોડના બાજીપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા.

તે દરમિયાન એલસીબીના હે. કો જગદીશભાઈ જોરારામ હે. કો. જયેશભાઈ તથા હે. કો. જીગ્નેશભાઈને મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમો બનાવી હે. કો. સંદીપભાઈ, અ. હે. કો. સોહનભાઈ, હે. કો. પ્રદીપસિંહ, પો. કો. વિજયભાઈ, પો. કો. જયેશભાઈને મળેલ માહિતીના આધારે મોજે બાજીપુરા બાયપાસ સુરત હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી હતી.
ત્યારે બાતમીની કાર વ્યારાની હદમાંથી પસાર થઈ વાલોડ તાલુકાની હદમાં પ્રવેશતા પોલીસે નાકાબંધી કરી હતી. જેમાં બાતમીની કારને અટકાવી તપાસ કરતા ગાડીમાં બેસેલ આરોપીઓ નિખિલગીરી ગોસ્વામી, જાગૃતિબેન ભરતપરી ગોસ્વામી (બંને હાલ રહે ., ધનદીપ એપાર્ટમેન્ટ, સત્યનારાયણ સોસાયટી પુણાગામ સુરત) તથા દેવેન્દ્ર સોઠા (રહે., રાજ પાર્ક, શેરી એક ગુલાબ નગર, ડાંગરવાડા જીલ્લો જામનગર) પોતાની કબજાની મારુતિ એસ એક્સ ફોર વીલ ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે 11 S 5147 માં કુલ નંગ 66 જેની કિંમત રૂપિયા 37,900 નો પ્રોહી મુદ્દામાલ ભરી હેરાફેરી કરતા હતા તથા મારુતિ એસેક્સ ફોર જેની કિંમત રૂપિયા 2,00,000/- તથા બે મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા 4000 મળી કુલ ₹2,41,900ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

.png)