વ્યારાના કાનપુરામાં જુની અદાવતમાં વાનને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. તાપી જિલ્લા ના પોલીસ વડાને કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ કાનપુરાનો અવધેશ કુશવાહ પોતાની વાન (GJ 05 સીપી 5774) માં ગામે ગામે ફરી પ્લાસ્ટીકનો સમાન વેચાણ કરતા આવ્યા હતા. તા 23.9.22ના રોજ તેઓની વાન પોતાના ઘરની આગળ પાર્ક કરેલ હતી, ત્યારે રાત્રીનાં આશરે 1 વાગ્યાનાં અરસામાં આ વાનને પેટ્રોલ નાંખીને મેહુલ પંચાલે સળગાવી હોવાનો આક્ષેપ કર્યો છે.
વાન સળગાવીને પેટ્રોલની બોટલ ફેંકીને જતો હતો ત્યારે અવધેશનાં પિતા રામ રતન કુશવાહાએ વાન સળગાવીને ભાગતા મેહુલ પંચાલને નજરે જોયાનું ફરિયાદમાં જણાવ્યું છે.અગાઉ તા.૨૨મી સપ્ટેમ્બર નારોજ બપોરે મેહુલ પંચાલે અવધેશ કુશવાહને બિભત્સ ગાળો ભાંડી હતી. આગચંપી કરનાર ઈશમે અગાઉ તેના ઘરમાંથી માલસામાનની ચોરી પણ કરી હોવાનુ ફરિયાદમાં જણાવ્યું છે. જેની ફરિયાદ પણ અવધેશના પિતાએ કરી હતી, જેથી દાજ રાખી તેના માતાપિતાને અવારનવાર બિભત્સ ગાળો બોલી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.



.png)