રાજકોટ શહેરમાં આવનારી નવરાત્રીની ઉજવણી અંગે શહેર પોલીસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ રાજકોટ શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પિકર ચાલુ રાખવાની સુચના અપાઈ હતી. જો કે, હવે રાજકોટ શહેર પોલીસે આ નિર્ણય પરત ખેંચી લીધો છે.
હવે રાત્રે 12 વાગ્યા સુધી ગરબાની પરવાનગીઃ
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે માટે રાહતના સમાચાર છે. રાજકોટ શહેર પોલીસે આ પહેલાં 10 વાગ્યા સુધી જ ગરબા માટેના લાઉડ સ્પિકર ચાલુ લાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે, હવે સુચના પ્રમાણે 12:00 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવેલી છે જે પ્રમાણે રાજકોટમાં પણ 12:00 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવશે. થોડીવાર પહેલા 10 વાગ્યાનો નિર્ણય જાહેર કરાયો હતો જોકે બાદમાં પોલીસ કમિશનર દ્વારા 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આજે નવરાત્રી સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન ગરબા માત્ર રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચનાઓ જાહેર કરાઈ હતી. આ સુચનાઓ અંગે પોલીસ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ રાત્રીના 10 વાગ્યા સુધી જ ગરબા ચાલુ રાખવાની પરવાનગી અપાઈ હતી. રાત્રીના 10 વાગ્યા બાદ પોગ્રામ ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી પણ કરવાનો પણ આદેશ અપાયો હતો. જો કે, હવે આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
પોલીસને આપવી પડશે તમામ વિગતોઃ
આ ઉપરાંત નવરાત્રીનું આયોજન કરતા આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ પર રાખવામાં આવતી ખાનગી સિક્યોરિટી અને સીસીટીવી સહિતની વિગતો રવિવાર સુધીમાં પોલીસને જમાં કરાવવાની રહેશે. જો આ વિગતો પોલીસને રવિવાર સુધી નહી આપવામાં આવે તો ગરબા આયોજકને મળેલી પરવાનગી રદ કરવા સુધીની કાર્યવાહી પણ પોલીસ કરશે.


.png)