વિધાનસભામાં હોબાળો:ગૃહમાંથી કોંગ્રેસના 10 ધારાસભ્ય સસ્પેન્ડ, જિતુ વાઘાણીએ કહ્યું, આંદોલનકારી કર્મચારીઓ કોંગ્રેસનો હાથો નહીં બને

0
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આજથી બે દિવસનું ટુંકું વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્ર ભૂપેન્દ્ર પટેલની સરકારનું નવું સત્ર છે. જો કે ચૂંટણી બાદ બનનારી સરકારનું સત્ર મળશે. પરંતુ આજે શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે સરકારને જબરદસ્ત ઘેરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં વેલમાં ધસી આવ્યા હતાં. નારા લગાવીને સરકારનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. વિધાનસભામાં સત્ર શરૂ થયાં પહેલાં જ કોંગ્રેસે દેખાવો શરૂ કર્યાં હતાં. બીજી તરફ ઢોર નિયંત્રણ બિલ બહુમતિના આધારે રદ કરવામાં આવ્યું હતું.



10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા
ગૃહમાં દેખાવો કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોમાં જીગ્નેશ મેવાણી, કનુ બારૈયા, ગેની ઠાકોર, પ્રતાપ દુધાત, વિજયભાઈ, અમરીશ ડેર, બાબુ વાજા,પૂના ગામિત,ચંદનજી ઠાકોર, નૌશાદ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. શૈલેષ પરમારે કહ્યું હતું કે, આપનો આદેશ અમે માનીએ છીએ અને માનીશું. પરેશ ધાનાણી વેલમાં હતા નહિ પરંતુ તેઓ તેમની જગ્યા પર જ હતા. સરકાર જે પ્રસ્તાવ લાવી છે એ અમે માનીશું. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે તમને શરમ આવવી જોઈએ.શૈલેષ પરમારે સામે જવાબ આપતાં કહ્યું કે, શરમ તમને આવવી જોઈએ. આટલા બધા કર્મચારીઓ આંદોલન કરે છે.જીતુ વાઘાણીએ કહ્યું હતું કે આંદોલન કરી રહેલા કર્મચારીઓ કોંગ્રેસનો હાથો નહીં બને. કોંગ્રેસને મુદ્દાઓના ઉકેલમાં રસ નથી.

અધ્યક્ષે ગૃહની ગરીમા જાળવવા કહ્યું
વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસને વિનંતી કરતા કહ્યુ કે,ગૃહની ગરિમા જાળવી, ગૃહનું કાર્યવાહી આગળ ચાલવા દો. સિનિયર સભ્યો છો અને લોકોનું પ્રતિનિધિત્વ કરો છો. તમે લોકશાહીના નિયમ હેઠળ રજુઆત કરી શકો છો. ગૃહની અંદર દેખાવો અને ઘરણા કરવા યોગ્ય નથી.કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રશ્નો કરતા જણાવ્યુ કે, લોકોના પ્રશ્નોની ચર્ચા કરવાથી ભાગે છે. રાજ્યના 15 લાખથી વધુ કર્મચારીઓ રોડ પર આવી ગયા છે. તેમના પ્રશ્નોની ચર્ચા કરવાની કોંગ્રેસે માંગ કરી તો તેના માટે સમય નથી આપવો. ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો તેમને નથી સાંભળવા.

અડધા કલાકની ચર્ચા માટે સમય આપવા રજુઆત કરી
વિપક્ષના નેતા સુખરામ રાઠવા બોલવા ઉભા થયા હતાં તેમણે અડધા કલાકની ચર્ચા માટે સમય આપવા રજુઆત કરી હતી. પરંતુ સત્ર ચાલુ થાય તે પહેલાં જ હોબાળો મચી ગયો છે. ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા પર ઉભા થયા અને મેજ તરફ નારાઓ લગાવ્યા હતાં. સરકારી કર્મચારીઓને ન્યાય આપોના નારાઓ લગાવ્યા હતાં.વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને વિરોધ. સરકારી કર્મચારી, આંદોલનકારીઓને ન્યાય આપવાના નારાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરાયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top