Tapi : કુકરમુંડા તાલુકાના મેનપુરથી જુના આમોદાનો માર્ગ કાદવ કીચડથી ખદબદ

News 16
0
તાપીના કુકરમુંડા તાલુકાના કેવડામોઇ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ મેનપુર ગામની સીમા વિસ્તારમાંથી પસાર થઇ ને જુના આમોદા ગામની સીમ તરફ ખેતરાડીમાં થઇને જતો આ કાચા રસ્તા ઉપર મટીરીયલ ના હોવાથી આ સીમા વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂતોએ વરસાદી માહોલમાં પોતના ખેતરોમાં ખેત ઓજારો લઈ જવા કે આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.આ રસ્તા બાબતે કેવડામોઇ ગ્રુપ ગ્રામપંચાયતમાં થયેલ ગ્રામસભામાં રસ્તા પર મટીરીયલ નાખવા માટે ઠરાવો પણ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ રસ્તા ઉપર મટીરીયલ નાખવામાં આવેલ નથી.



મેનપુર ગામના મનીષભાઈ ભાંગાભાઈના ઘરની બાજુ માંથી પસાર થતો કાચો રસ્તો જે ખેતરાડી વિસ્તાર માંથી થઇને જુના આમોદા તરફ જતો હોય છે.જે વિસ્તારમાં આશરે 300 થી વધુ એકર જમીન આવેલ છે.જે જમીન ના માલિકી ધરાવતા ખેડૂતોએ દર વર્ષે વરસાદી માહોલમાં પોતના ખેતરોમાં ખેત અજારો, બિયારણ, ખાતર લઈને જવા કે આવા માટે ભારે મુશ્કેલીઓ પડતી હોય છે.જેથી રસ્તા ઉપર મટીરીયલ નાખવાની માંગ ખેડૂતોમાં ઉઠી હતી.જેથી મનરેગા યોજના હેઠળ આ કાચા રસ્તા ઉપર મટીરીયલ નાખવા માટે કેવડામોઇ ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલ ગ્રામસભાઓ આશરે બે કે ત્રણ વખત ઠરાવો કરવામાં આવ્યા છે.

પરંતુ મનરેગા યોજના હેઠળ આ રસ્તા પર મટીરીયલ નાખવા માટે વહીવટી નહીં મળતા રસ્તા ઉપર મટીરીયલ નાખવાનું કામ માત્ર કાગળ પર રહી ગયું છે.ખેડૂતોઓ આ વર્ષે પણ કાચા અને કાદવ કીચડવાળા આ રસ્તા ઉપરથી ખેત ઓજારો લઈને જવા કે આવવા માટે મજબૂર બન્યા છે. કાચો રસ્તાનો ઉપયોગ આ વિસ્તારમાં જમીન ધરાવતા આશરે 150 થી પણ વધારે ખેડૂતો કરી રહ્યા છે.

જે ખેડૂતોને ચોમાસાના ઋતુઓમાં રસ્તો કાદવ કીચડવાળો થઇ જતો હોવાથી ખેડૂતો ને રસ્તા ઉપરથી ખેત ઓજારો લઈને જવા કે આવવા માટે ભારે મુશ્કેલીઓ પડતી હોવાથી આ રસ્તા ઉપર વહેલી તકે મનરેગા યોજના હેઠળ મટીરીયલ નાખવામાં આવે તેવી માંગ ખેડૂતોઓમાં ઉઠી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top