રાજ્ય મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા ત્રણ દિવસમાં 8 હજાર ઢોર પકડ્યાં, 844 FIR; હજુ 40% પકડવાના બાકી

News 16
0
રાજ્યમાં રખડતાં ઢોરને કારણે નાગરિકો પર હુમલા અને અકસ્માતોની છાશવારે બનતી ઘટનાઓ અને હાઇકોર્ટ દ્વારા થયેલી ટકોર બાદ રાજ્ય સરકારે રખડતાં ઢોર સામે કડક વલણ અપનાવતા ત્રણ દિવસમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા 8 હજાર જેટલાં રખડતાં ઢોર પકડવામાં આવ્યાં છે. જોકે, પાલિકાઓએ શહેરી વિકાસ વિભાગને સોંપેલા રિપોર્ટ પ્રમાણે હજુ 18,256 ઢોર પકડવાના બાકી છે.


કુલ 52,062 જેટલાં ઢોર હોવાનો અંદાજ હતો
સરકારને સોંપાયેલા રિપોર્ટ પ્રમાણે આઠ મનપામાં 31,952 અને 156 નગરપાલિકામાં 20,110 મળી કુલ 52,062 જેટલાં ઢોર હોવાનો અંદાજ હતો. જે પૈકી ચાલુ વર્ષમાં 28 ઓગસ્ટ સુધીમાં 8 મહાનગરોમાં 23,369 અને નગરપાલિકામાં 10,437 મળીને કુલ 33,806 ઢોર પકડાયા છે. 28 ઓગસ્ટે એક જ દિવસમાં મહાનગરોમાં 321 અને નગરપાલિકામાં 809 ઢોર મળી કુલ 1,124 ઢોર પકડાયા છે. ચાલુ વર્ષે રખડતાં ઢોર અંગે 8 મહાનગરોમાં 841 અને 156 નગરપાલિકામાં ત્રણ મળી કુલ 844 એફઆઇઆર નોંધાઈ છે.

હાલ 18 હજાર જેટલાં ઢોર પકડવાના બાકી દર્શાવાયા
સૂત્રોએ કહ્યું કે પાલિકાઓ દ્વારા અંદાજિત સરવેના આધારે 52 હજાર જેટલાં ઢોર હોવાનું તારણ કાઢ્યું હતું પરંતુ વાસ્તવિક સ્થિતિમાં તેનાથી વધારે સંખ્યા પણ હોઇ શકે. જેથી રિપોર્ટમાં હાલ 18 હજાર જેટલાં ઢોર પકડવાના બાકી દર્શાવાય છે તેનાથી વધુ સંખ્યા હાલ રસ્તા પર હોઇ શકે છે. જોકે, સીએમની સૂચના બાદ તમામ મહાપાલિકા અને પાલિકામાં ઢોર પકડવાની કડક ઝુંબેશ ચાલી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top