બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને જુડોમાં બે મેડલ મળ્યા છે. ગોલ્ડની દાવેદાર ગણાતી સુશીલા દેવી ફાઇનલમાં હારી ગઈ અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. તો બીજી તરફ વિજય કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વિજયે 60 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતની જુડોકા સુશીલા દેવી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની મિકેલા વ્હાઈટબાય સામે હારી ગઈ અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. ફાઈનલ મેચ પહેલા સુશીલાને ગોલ્ડની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. પુરૂષોની 60 કિગ્રા ઈવેન્ટમાં વિજય કુમારે સાયપ્રસના પેટ્રોસ ક્રિસ્ટોડૌલિડ્સને હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો.


.png)