આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે છે. શ્રાવણનો પહેલો સોમવાર હોઈ તેઓ આજે સોમનાથ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ સંબોધનની શરૂઆત ‘જય સોમનાથ’ના નાદ સાથે કરી હતી. અરવિંદ કેજરીવાલે ગુજરાતના બરોજગાર યુવાનોને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ પહેલા તેમણે ગુજરાતની જનતાને ફ્રી વીજળીનુ વજન આપ્યું હતું.
- જ્યાં સુધી રોજગારી નહિ મળે ત્યાં સુધી દરેક બેરોજગરને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશ
- 10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું
- સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટનાને લઈને કાયદો લાવીશું
- સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને લાગવગ થી નોકરી નહિ લેવી પડે


.png)