સોનગઢ નગરના શાકભાજી માર્કેટ પાસે શોપિંગ સેન્ટરના સ્લેબના પોપડા ખરતાં ગભરાટ

News 16
0
સોનગઢ નગરના શાકભાજી માર્કેટ પાસે આવેલા શોપિંગ સેન્ટરની એક દુકાનમાં બુધવારે સાંજે સ્લેબના પ્લાસ્ટરનો મોટો ટુકડો પડતાં શોપિંગ સેન્ટરના બાંધકામની મજબૂતી માટે પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર સોનગઢમાં નગરપાલિકા સંચાલિત વીર સાવરકર શોપિંગ સેન્ટરનું બાંધકામ નબળું હોવાની બાબતે દુકાનદારો અવારનવાર ફરિયાદ કરે છે.આ શોપિંગ સેન્ટર નો સ્લેબ અને દીવાલ તકલાદી હોવાને કારણે દર થોડા થોડા સમયે સ્લેબના પોપડા ખરી રહ્યાં છે.



બુધવારે સાંજે પણ એક કમ્પ્યુટરની દુકાનના સ્લેબના પ્લાસ્ટરનો મોટો ટુકડો દુકાનમાં પડતાં કમ્પ્યુટર અને તેના પાર્ટને નુકસાન થયું હતું. આ શોપિંગ સેન્ટરમાં ગંદકી સહિતના અનેક પ્રશ્નો છે પરંતુ પાલિકા દ્વારા ધ્યાન આપવામાં ન આવતાં દુકાનદારોમાં રોષ છે. આ શોપિંગ સેન્ટરની દુકાન ધારકો પાસે પાલિકા ભાડું ઉઘરાવે છે પણ એના પ્રમાણમાં સુવિધા આપતી નથી.

ભૂતકાળમાં આ વીરસાવરકર શોપિંગ સેન્ટરના પ્રશ્નો બાબતે નગરપાલિકાના વિરોધપક્ષના નેતા દ્વારા પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ થોડો સુધારો આવ્યા બાદ સ્થિતિ પાછી યથાવત્ જ થઈ ગઈ છે. વીર સાવરકર શોપિંગ સેન્ટરના દુકાન ધારકો એ શોપિંગ સેન્ટર ની દીવાલ અને સ્લેબના મજબૂતી કરણ માટેની માગ મૂકી હતી અને એ સાથે જ શોપિંગસેન્ટરમાં ફેલાયેલી ગંદકીને પણ સત્વરે દૂર કરવામાં આવે તેવી પણ રજૂઆત પાલિકામાં કરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top