તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઈટવાઈ ગામની સીમા વિસ્તારમાં આવેલ સર્વે નંબર 32, વાળી જમીનમાંથી નાળું પસાર થાય છે. જે નાળા ઉપર વહીવટી તંત્ર દ્વારા આશરે બે ત્રણ વર્ષ પહેલા વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને ખેડૂતોને પોતાની જમીનમાં પિયતનો લાભ મળી રહે તે હેતુથી લાખોના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો.જે નાળામાં ઉપરવાસમાંથી આવેલા ભારે વરસાદના પાણીનું વહેણ આપતાં ચેકડેમના એક તરફનો કિનારો તૂટી જવાથી વરસાદી પાણીનું વહેણ આજુબાજુના ખેતરોમાં નીકળી જવાથી ખેતરોનું ધોવાણ થયું છે.
ઈટવાઈ ગામની સીમમાં 32 સર્વે નંબર વાળી જમીનની માલિકી ધરાવતા કાથુંભાઈ મૂંડ્યાભાઈના ખેતરોમાંથી નાળું પસાર થાય છે. જે નાળા ઉપર વરસાદી સંગ્રહ કરવા માટે લાખોના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવેલ છે.જે ચેકડેમમાં ઉપરવાસ માંથી વરસાદી પાણીનું ભારે વેહણ આવતા ચેકડેમનું એક તરફનો કિનારો તૂટી ગયો છે. જેથી વરસાદી પાણીનું વહેણ ખેતરોમાં જતું હોવાથી ખેતરોનું ભારે ધોવાણ થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.


.png)